Ahmedabad-Tiruchirappalli Winter Special Train: પશ્ચિમ રેલવે અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી વચ્ચે શિયાળુ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Ahmedabad-Tiruchirappalli Winter Special Train: અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી સ્પેશિયલ 28 ડિસેમ્બરથી 25 જાન્યુઆરી 2024 સુધી દરેક ગુરૂવારે અમદાવાદથી 09.30 વાગે ઉપડીને ત્રીજા દિવસે 03.45 વાગે તિરુચ્ચિરાપલ્લી પહોચશે

અમદાવાદ, 25 ડિસેમ્બરઃ Ahmedabad-Tiruchirappalli Winter Special Train: પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધાને ધ્યાને રાખીને અમદાવાદ અને તિરુચ્ચિરાપલ્લી વચ્ચે અઠવાડિક શિયાળુ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડાના દરે દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેનું વર્ણન નીચે મુજબ છેઃ

  • ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ (કુલ 10 ટ્રિપ)

ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી સ્પેશિયલ 28 ડિસેમ્બરથી 25 જાન્યુઆરી 2024 સુધી દરેક ગુરૂવારે અમદાવાદથી 09.30 વાગે ઉપડીને ત્રીજા દિવસે 03.45 વાગે તિરુચ્ચિરાપલ્લી પહોચશે. આ રીતે ટ્રેન નંબર 09420 તિરુચ્ચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ 31 ડિસેમ્બરથી 28 જાન્યુઆરી 2024 સુધી દરેક રવિવારે તિરુચ્ચિરાપલ્લીથી 05.40 વાગે ઉપડીને બીજા દિવસે 21.15 વાગે અમદાવાદ પહોચશે.

માર્ગમા આ ટ્રેન વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઇ રોડ, કલ્પાણ, પુણે, સોલાપુર, કલબુરગિ,વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા, રેણિગુંટા, અરાકોણમ, પેરંબુર, ચેન્નઇ એગમોર, તામ્બરમ, ચેગલપટ્ટુ, વિલ્લુપ્પુરમ, કડલુર પોર્ટ, ચિદંબરમ, શીરકષિ, વૈદીસ્વરન કોઇલ, મઇલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાશમ અને તંજાવુર સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સેકંડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 09419 નું બુકિંગ 26 ડિસેમ્બરથી પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને ટ્રેનની રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો… Corona Testing in Gujarat: કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે ગુજરાતમાં ફરી શરુ થશે ટેસ્ટિંગ પ્રક્રિયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો