Cancel train

Alert for Train Passengers: અમદાવાદ મંડળ થી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

Alert for Train Passengers: લખનૌ મંડળ માં બારાબંકી યાર્ડ રિમોડેલિંગ કામને કારણે; અમદાવાદ મંડળ થી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

અમદાવાદ, 11 ડિસેમ્બર: Alert for Train Passengers: ઉત્તર રેલવેના લખનૌ મંડળ માં બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-ઝફરાબાદ સ્ટેશનો વચ્ચેના ડબલિંગના કામના સંબંધમાં બારાબંકી યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ મંડળ માંથી ચાલતી /પસાર થતી કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

રદ થનારી ટ્રેનો:

Amit Shah welcomes Article 370 Judgment: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કલમ 370 નાબૂદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો

  1. ટ્રેન નંબર 15270 સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ સાપ્તાહિક એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2023 થી 13 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.
  2. ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ સાપ્તાહિક એક્સપ્રેસ 14 ડિસેમ્બર 2023 થી 11 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.
  3. ટ્રેન નંબર 15046 ઓખા- ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ 17 ડિસેમ્બર 2023 થી 14 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.
  4. ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ 14 ડિસેમ્બર 2023 થી 11 જાન્યુઆરી 2024 સુધી રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો

  1. ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ 14, 16, 21, 23, 28, 30 ડિસેમ્બર 2023 અને 04, 06, 11, 13 જાન્યુઆરી 2024 અને 19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ દ્વિ- સાપ્તાહિક એક્સપ્રેસ 16, 18. , 23, 25. , 30 ડિસેમ્બર 2023 અને 01, 06, 08, 13, 15 જાન્યુઆરી 2024 સુધી આંશિક રીતે બદલાયેલ રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, બનારસ, વારાણસી સિટી, ભટની જં. ગોરખપુર થઈને ચાલશે.
  • ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2023 થી 13 જાન્યુઆરી 2024 સુધી અને ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ 20 ડિસેમ્બર 2023 થી 10 જાન્યુઆરી 2024 સુધી આંશિક રૂપ થી પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિર્ઝાપુર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન થઈને ચાલશે.
  •  ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ 15 ડિસેમ્બર 2023 થી 12 જાન્યુઆરી 2024 સુધી અને ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ 18 ડિસેમ્બર 2023 થી 08 જાન્યુઆરી 2024 સુધી, આંશિક રૂપ થી પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેંટ્રલ, મિર્ઝાપુર, દીનદયાળ ઉપાધ્યાય જંકશન થઈને ચાલશે.
  • ટ્રેન નં. 19269 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ 14 ડિસેમ્બર 2023 થી 12 જાન્યુઆરી 2024 સુધી અને ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ 17 ડિસેમ્બર 2023 થી 14 જાન્યુઆરી 2024 સુધી આંશિક રૂપ થી પરિવર્તિત માર્ગ વાયા બુઢવલ, સીતાપુર સિટી અને શાહજહાંપુર થઈને ચાલશે.

રૂટ પર રેગુલેટ થનારી ટ્રેનો:

  • 18 ડિસેમ્બર 2023 થી 15 જાન્યુઆરી 2024 સુધી દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન 30 મિનિટ રેગુલેટ થશે

રેલ્વે મુસાફરો તેઓ ઉપર જણાવેલ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માહિતી માટે www.enquiry.indianrail.gov.in કૃપા કરીને ની મુલાકાત લો જેથી તમને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો