wr award

Amdavad division VRSP: અમદાવાદ મંડળના 4 અધિકારીઓ અને 11 રેલકર્મીઓને “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” (VRSP) પ્રદાન

પશ્ચિમ રેલવે ના 68મા રેલવે સપ્તાહની ઉજવણી – 2023

Amdavad division VRSP: મહાપ્રબંધક કે પ્રશંસનીય સેવાઓ બદલ અમદાવાદ મંડળના 4 અધિકારીઓ અને 11 રેલકર્મીઓને “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” (VRSP) પ્રદાન કર્યા

અમદાવાદ, 31 ડિસેમ્બર: Amdavad division VRSP: પશ્ચિમ રેલવેની 68મી રેલવે સપ્તાહ ઉજવણી, વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર (VRSP), 2023 શનિવાર, 30 ડિસેમ્બર, 2023 ના રોજ મુંબઈ ના યશવંતરાવ ચવ્હાણ સભાગૃહ માં યોજાઈ હતી. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રાએ વર્ષ 2022-23 દરમિયાન ઉત્તમ પ્રશંસનીય કામગીરી બદલ અમદાવાદ મંડળના 4 અધિકારીઓ અને 11 કર્મચારીઓને તેમની શ્રેષ્ઠ અને વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર ના રૂપમાં વ્યક્તિગત પુરસ્કારો અર્પણ કર્યા હતા.

અમદાવાદ મંડળ પર વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર (VRSP) મેળવનાર અધિકારીઓમાં કાલારામ મીણા, વરિષ્ઠ મંડળ ઇલેક્ટ્રિક એન્જિનિયર, વિહાર ઠાકર, વરિષ્ઠ મંડળ મટેરિયલ મેનેજર, નીલમ ચૌહાણ, મંડળ કોમર્શિયલ મેનેજર, સુશાંત રંજન વરિષ્ઠ મંડળ મેડિકલ અધિકારી અને રેલવે કર્મચારીઓમાં અધિકારી કૈલાશપતિ પાઠક. CGC, દેવેન્દ્રપાલ સિંહ SSE, મુકેશભાઈ રાઠવા ગેટમેન, રાજેશ કુમાર SSE, આશિષ પારીક TMM, શુભમ સિંહ ફિટર, જૈમિનીકાંતા શ્રીચંદન ELF, હરીશ ગિરિયાણી CTNL, મનોજ કુમાર સિંહ SIPF, સંદીપ વર્મા SSE, અને રમેશ ઠાકોર ડેપો સહાયક સમાવેશ થાય છે.

Relax Zone at Vadodara Station: વડોદરા સ્ટેશન પર મુસાફરો ની સુવિધા માટે રિલેક્સ ઝોન શરૂ

અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક સુધીર શર્માએ તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવતા તેમને આગળ પણ આ સ્તર જાળવી રાખવા માટે પ્રેરણા આપી હતી. આ પુરસ્કાર સમારોહ દરેક વર્ષે પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની સખત મહેનત અને સમર્પણને સન્માનિત કરવા બદલ આયોજન કરવામાં આવે છે. જે હંમેશા પડકારોનો સામનો કરવા તૈયાર છે. આવનાર વર્ષે સમારોહનું હંમેશા એજ રીતે કુશળ અધિકારીઓ અને કર્મચારીઓમાંથી કેટલાક પસંદગી પામેલા લોકોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે. તે માત્ર અધિકારીઓ અને કર્મચારીઓને પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરે છે, એટલું જ નહીં પરંતુ આવનારા વર્ષમાં અન્ય લોકોને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત અને પ્રેરણા પણ આપે છે પરંતુ બીજા ને પણ આવનારા વર્ષમાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત અને પ્રેરણા આપે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો