CM vijay rupani

Vikaskarya: રાજ્યની નગરપાલિકાઓને નગર સુખાકારીના અને જનસુખાકારીના વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે- CM રૂપાણી

Vikaskarya: ગુજરાત ડેવલપ્ડ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે ત્યારે દેશભરની નગરપાલિકાઓ માટે ગુજરાતનીનગરપાલિકાઓ નગરપાલિકાઓ દિશાદર્શક બને તેવું બેસ્ટ એડમીનીસ્ટ્રેશન-ટ્રાન્સપેરન્સી અપનાવી લોકોને ચેન્જની અનૂભુતિ કરાવીએ

ગાંધીનગર, 23 જુલાઇઃ Vikaskarya: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓને વધુ સુદ્રઢ અને પારદર્શી વહિવટથી પ્રોગ્રેસિવ બનાવવાની કાર્યપ્રણાલિ અપનાવવા રિજીયોનલ મ્યૂનિસિપાલિટીઝ કમિશનરોને સૂચના આપી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યની ૧પ૬ નગરપાલિકાઓ વચ્ચે વિકાસના અને જનસુખાકારી સુવિધા વૃદ્ધિના કામોની શ્રેષ્ઠતાની તંદુરસ્ત સ્પર્ધા થાય તેવું વાતાવરણ નિર્માણ કરવું છે.
આવી તંદુરસ્ત સ્પર્ધા અને નગરોમાં નાગરિક સુખાકારી, લાઇટ-પાણી-રસ્તા, એસ.ટી.પી-ભૂર્ગભ ગટર, હર ઘર જલ-નલ સે જલ વગેરે વિવિધ વિકાસ કામોના પેરામિટર્સના આધારે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આના પરિણામે નગરપાલિકાઓને લોકહિત-નગર સુવિધાના વધુને વધુ કામો કરવાનું પ્રોત્સાહન મળશે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્યના ૬ રિજીયોનલ મ્યૂનિસીપલ કમિશનરો, શહેરી વિકાસ(Vikaskarya) વિભાગના વરિષ્ઠ અધિકારીઓની યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે નગરપાલિકાઓની પ્રજાલક્ષી કામગીરી સુગ્રથિત કરવા અંગે ગહન માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચોઃ Raj kundra case: રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી વધારવામાં આવ્યા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ દરોડા માટે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી- વાંચો વધુ વિગત
ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, GUDCના ડિરેકટર હાર્દિક શાહ તેમજ શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, શહેરી હાઉસીંગ સચિવ લોચન શહેરા તેમજ કમિશનર ઓફ મ્યૂનિસીપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ અને મુખ્યમંત્રીના ઓ.એસ.ડી કમલ શાહ, રાજેશ રાવલ વગેરે આ બેઠકમાં સહભાગી થયા હતા.


મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠક(Vikaskarya)માં સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાત ડેવલપ્ડ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે. હવે દેશભરની નગરપાલિકાઓ માટે ઉદાહરણ રૂપ અને દિશાદર્શક આપણી નગરપાલિકાઓ બને તેવું બેસ્ટ એડમીનીસ્ટ્રેશન, ટ્રાન્સપેરન્સીથી વિકાસ કામો હાથ ધરીને લોકોને પણ બદલાવ-ચેન્જની અનૂભુતિ થાય અને નગરો પ્રોગ્રેસિવ બને તેવી વ્યવસ્થાઓ RCM પોતાના વિસ્તારની નગરપાલિકાઓમાં વિકસાવે.

આ પણ વાંચોઃ woman reading hanuman chalisa on operation: મગજની ગાંઠની સર્જરી કરવામાં આવી, મહિલાએ હનુમાન ચાલીસા વાંચી- જુઓ વીડિયો
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનરો પોતાના કાર્યક્ષેત્રમાં આવતી નગરપાલિકાઓમાં લોક સુખાકારી-સગવડતા વધારતા કામોના લક્ષ્યાંક નિર્ધારીત કરીને આ કામો ત્વરાએ પૂર્ણ કરે તે આવશ્યક છે.વિજયભાઇ રૂપાણીએ એવું પણ સૂચન કર્યુ કે, પોતાના કાર્યક્ષેત્રમાં જે નગરપાલિકાઓ આવતી હોય તેના આવા વિકાસ કામો-લોકહિત કામોની પ્રગતિ(Vikaskarya)ની સમીક્ષા દર પખવાડીયે RCM નગરપાલિકાઓના પ્રમુખો ને ચીફ ઓફિસરો, પદાધિકારીઓ સાથે બેઠક યોજીને કરે.
એટલું જ નહિ, આ સમીક્ષા બેઠકની વિગતો અને રાજ્ય સરકાર સાથે હાથ ધરવાની થતી બાબતો માટે તમામ RCMની દર મહિને એક રાજ્ય સ્તરીય બેઠક શહેરી વિકાસ વિભાગ અને કમિશનર ઓફ મ્યૂનિસીપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન કક્ષાએ યોજાય અને ઝડપી નિવારણ લાવવામાં આવે તેવું સૂચન પણ તેમણે કર્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ સૂઝાવ એ પણ આપ્યો કે રાજ્યની નગરપાલિકાઓમાં એક સમાન ધોરણે કોમન સિસ્ટમથી ટેક્ષ એસેસમેન્ટ, રિકવરી, કલેકશન સિસ્ટમ અંગેની સંભાવનાઓ ચકાસી તેનો સર્વગ્રાહી અભ્યાસ કરવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવે.
તેમણે ઉમેર્યુ કે, આ કમિટીની ભલામણો અને અભ્યાસના તારણોના આધારે રાજય સરકાર કોમન ટેક્ષની પોલિસી આગામી દિવસોમાં તમામ નગરપાલિકાઓ માટે ઘડવાની દિશામાં પણ વિચારાધિન રહેશે.
મુખ્યમંત્રીએ નગરોમાં માળખાકીય વિકાસ કામોને વેગવાન બનાવવા તેમજ વીજળી, પાણી, બાંધકામ(Vikaskarya) વગેરેના રેગ્યુલર મેઇન્ટેનન્સ માટે ૧૦ નગરપાલીકા દીઠ ૧ સિવીલ ઇજનેર અને ૧ ઇલેકટ્રીકલ ઇજનેરની નિમણૂંક માટે કાર્યવાહી કરવા પણ કમિશનર મ્યૂનિસિપાલિટીઝ એડમીનીસ્ટ્રેશનને સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચોઃ Heavy rain in Maharashtra: મહારાષ્ટ્રમાં ‘મહાપૂર’- અહીં છેલ્લા 45 વર્ષોમાં સૌથી વધારે વરસાદ નોંધાયો, મહાબળેશ્વર ખાતે પર્યટકો પણ ફસાયા!

તેમણે નગરપાલિકાઓમાં ખરીદી માટે GeM પોર્ટલનો ઉપયોગ થાય, ટેન્ડર પ્રક્રિયાના યોગ્ય નિયમો બને અને ફાયનાન્સિયલ ડિસીપ્લીન જળવાય તે જોવા પણ RCMને તાકિદ કરી હતી.
નગરપાલિકાઓને વિકાસ કામો માટે મળતી નાણાપંચની અને ફાયનાન્સ બોર્ડની ગ્રાન્ટ વણ વપરાયેલી ન રહે, તેનો સમયસર સમુચિત ઉપયોગ થાય તેવી સૂચના પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ચીફ ઓફિસરોની કામગીરીનું મૂલ્યાંકન, તેમના વર્તન-વ્યવહારની સમીક્ષા અને જરૂર જણાયે પગલાં લેવાની પણ તાકિદ આ બેઠકમાં કરી હતી.
૬ રિજીયોનલ મ્યૂનિસીપાલીટીઝ કમિશનરોએ પોતાના કાર્યક્ષેત્રની નગરપાલિકાઓમાં હાથ ધરાઇ રહેલા વિકાસ કામોના ક્વોલિટી કંટ્રોલ, મોનિટરીંગ વગેરે માટે તેમણે અપનાવેલી પદ્ધતિઓથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

આ પણ વાંચોઃ Guru Purnima 2021: 23 જુલાઇથી શરુ અને 24 જુલાઇ એમ બે દિવસ ઉજવાશે ગુરુ પુર્ણિમા- વાંચો ઇતિહાસ, મહત્વ અને શુભ મુહુર્ત

મુખ્યમંત્રીનું પ્રેરક સૂચન(Vikaskarya)

  • કમિટીની ભલામણો-અભ્યાસ તારણોના આધારે રાજ્ય સરકાર આગામી દિવસોમાં કોમન ટેક્ષ-એસસમેન્ટ અંગેની પોલિસી અંગે વિચારાધિન રહેશે
  • ૧૫૬ નગરપાલિકાઓ વચ્ચે જનહિત-માળખાકીય વિકાસ કામોની શ્રેષ્ઠતા માટે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ બનાવવાની નેમ રાજ્યની બધી જ નગરપાલિકાઓમાં એક સમાન કોમન ટેક્ષ એસસમેન્ટ-રિકવરી સીસ્ટમની સંભાવના અને સર્વગ્રાહી વિચારણા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાશે
  • ૬ રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનરો પોતાના કાર્યક્ષેત્રની નગરપાલિકાઓના વિકાસ કામો-માળખાકીય સુવિધા કામોની પ્રગતિની સમીક્ષા દર પખવાડિયે બેઠક યોજીને કરે
  • દર મહિને એક રાજ્યસ્તરીય બેઠક યોજાય અને પ્રાદેશિક સ્તરની રાજ્ય સરકાર સાથેની બાબતો અંગે ચર્ચા-વિચારણા હાથ ધરી ત્વરિત નિવારણ થાય
  • નગરોમાં પાણી-ભૂર્ગભ ગટર-એસ.ટી.પી-નલ સે જલ જેવા પાયાના જનહિત કામોના લક્ષ્યાંક નિયત કરી કામગીરીમાં ગતિ લાવો
Vikaskarya