Dakshin Bharat Darshan Yatra: IRCTC ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા ચલાવી રહી છે દક્ષિણ ભારત દર્શન યાત્રા

Dakshin Bharat Darshan Yatra: આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૪ સુધીની રહેશે

રાજકોટ, 23 ડિસેમ્બરઃ Dakshin Bharat Darshan Yatra: ભારતીય રેલ્વેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત “દક્ષિણ દર્શન યાત્રા” માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જે ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રાજકોટ શહેરથી દક્ષિણ દર્શન યાત્રા માટે રવાના થશે.

આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૪ સુધીની રહેશે. આ દક્ષિણ દર્શન યાત્રા દરમિયાન IRCTC કાંચીપુરમ, કન્યાકુમારી, તિરુવનંતપુરમ, રામેશ્વરમ, મદુરાઈ અને તિરુપતિ જેવા ધાર્મિક સ્થળોએ લઈ જશે. IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ અંતર્ગત, આ પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સુપિરિયર ક્લાસ- 2AC માટે રૂ. ૪૯,૫૦૦/-, કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ. ૩૫,૫૦૦/- અને ઈકોનોમી ક્લાસ- (સ્લીપર) માટે રૂ. ૨૨,૦૦૦/-ના દરો નક્કી કરવામાં આવ્યા છે.

આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ચાલનારી આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુના અને સોલાપુરથી બેસી શકશે.

IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પૅકેજમાં સવારનો નાસ્તો, લંચ અને ડિનર ઑન બોર્ડ અને ઑફ બોર્ડ શુદ્ધ શાકાહારી ભોજન આપવામાં આવશે. પ્રવાસની માહિતી આપવા માટે આ ટ્રેનમાં જાહેરાતની સુવિધા ઉપલબ્ધ છે.ટ્રેનના દરેક કોચમાં એસ્કોર્ટ અને સિક્યોરિટી ગાર્ડ પણ ઉપલબ્ધ રહેશે.

IRCTC દ્વારા આ પ્રવાસમાં મુસાફરોનો વીમો પણ સામેલ છે. આ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC વેબસાઇટ (irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે.

આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ઓફિસનો સંપર્ક કરી શકો છો. આ માટે મુસાફરો વોટ્સએપ અથવા ફોન નંબર:- 9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો… Data center at Gift City:ગિફ્ટ સિટી ખાતે એશિયાની સૌથી મોટી કંપની CtrlS ગ્રુપના ‘ડેટા સેન્ટર’નું ભૂમિપૂજન સંપન્ન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો