Darshana jardosh on vaccination center

Darshana Jardosh Visit Vaccination Center: રેલ્વે રાજ્યમંત્રી એ એસ.પી. માર્ગ હેલ્થ યુનિટ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી

Darshana Jardosh Visit Vaccination Center: રેલ્વે કર્મચારી અને તેમના આશ્રિતોને ઝડપી રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત

અમદાવાદ, ૨૪ જુલાઈ: Darshana Jardosh Visit Vaccination Center: ઉત્તર રેલ્વે દ્વારા માનનીય વડા પ્રધાન દ્વારા જાન્યુઆરી 2021 માં શરૂ કરાયેલા રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ઝોનનાં વિવિધ સ્થળો પર રસીકરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. ઉત્તર રેલ્વે સેન્ટ્રલ હોસ્પિટલો, વિભાગીય હોસ્પિટલો અને આરોગ્ય એકમોમાં ખોલવામાં આવેલા રસીકરણ કેન્દ્રોમાં રેલવે કર્મચારીઓ અને તેમનાં આશ્રિતોને વિના મૂલ્યે રસી આપવામાં આવી રહી છે, ઉત્તર રેલ્વેના 80% થી વધુ કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે લગભગ 20% કર્મચારીઓને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

Darshana Jardosh Visit Vaccination Center: માનનીય રેલ્વે રાજ્યમંત્રી દર્શના વિક્રમ જરદોશે આજે એસ.પી. માર્ગ રેલ્વે હેલ્થ યુનિટ મુલાકાત ની લીધી હતી. ઉત્તર રેલ્વેના એડિશનલ જનરલ મેનેજર નવીન ગુલાટી, પ્રિન્સિપલ ચીફ મેડિકલ ડિરેક્ટર ડો.વી.કે. યાદવ, મુખ્ય તબીબી નિયામક ડો.અમિતા જૈન, દિલ્હી મંડળના મંડળ રેલ્વે મેનેજર એસ.સી. જૈન અને ઉત્તર રેલ્વેના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું, માનનીય પ્રધાનને હેલ્થ યુનિટ અને રસીકરણ કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Aam Aadmi Party Strike: ભાજપ સરકારના મોંઘવરી મામલે આમ આદમી પાર્ટીના ધરણા

Darshana Jardosh Visit Vaccination Center: માનનીય મંત્રીએ આરોગ્ય એકમમાં હાજર ડોકટરો અને તબીબી કર્મચારીઓ સાથે વાતચીત કરી. તેમણે આ જીવલેણ રોગચાળાથી લોકોના જીવ બચાવવા તબીબી કાર્યકરો દ્વારા કરવામાં આવતા કામની પ્રશંસા કરી, રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી રસીકરણ અભિયાનની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, રસીની કોઈ અછત નથી અને તમામ રેલ્વે કર્મચારીઓ અને તેમના આશ્રિતોને વહેલી તકે રસી અપાવવી જોઈએ. આ જીવલેણ રોગ સામે લડવાનો આ એકમાત્ર રસ્તો છે.

તેમણે વધુમાં કહ્યું કે માનનીય વડા પ્રધાન દેશવાસીઓને મફત રસી આપવા માટે કોઈ કસર છોડતા નથી. વર્ષના અંત સુધીમાં, ફક્ત સંપૂર્ણ રસીકરણ દેશને સામાન્ય સ્થિતિમાં લઈ જશે. બાદમાં માનનીય મંત્રી દ્વારા હેલ્થ યુનિટના પ્રાંગણમાં ફોક્સ ટેઇલ પામ નો છોડ પણ રોપવામાં આવ્યો.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો