Demu Train Cancelled: સાબરમતી-પાટણ-સાબરમતી ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે, વાંચો વિસ્તારે…

Demu Train Cancelled: 13 ફેબ્રુઆરીથી 28 મે સુધી પોરબંદર-મુઝફ્ફરપુર અને પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનોના રૂટમાં આંશિક ફેરફાર

અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ Demu Train Cancelled: પશ્ચિમ રેલવે પર મુસાફરોની સુવિધાઓ વધારવા અને બુનિયાદી ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત બનાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. આ જ ક્રમમા અમદાવાદ મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનના આંબલિયાસણ સ્ટેશન યાર્ડમાં ડાઉન મેઈ લાઇન પરના બ્રિજ નંબર 1001નું પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આના કારણે 13 ફેબ્રુઆરીથી 28 મે સુધી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ અને પોરબંદર દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને ચાંદલોડિયા સ્ટેશને જશે નહીં. સાબરમતી-પાટણ-સાબરમતી ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનોઃ

  1. 13 ફેબ્રુઆરીથી 28 મે 2024 સુધી, ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર દ્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણાને બદલે આંશિક રીતે બદલાયેલા રૂટ વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા રસ્તે દોડશે. ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય.
  2. 13 ફેબ્રુઆરીથી 28 મે 2024 સુધી, ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર દ્રિ -સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ મહેસાણા-ચાંદલોડિયા-વિરમગામને બદલે આંશિક રીતે બદલાયેલા રૂટ મહેસાણા-કટોસણ રોડ-વિરમગામ રસ્તે દોડશે. ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય.
  3. 13 ફેબ્રુઆરીથી 28 મે 2024 સુધી, ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા દ્રિ -સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણાને બદલે આંશિક રીતે બદલાયેલ રૂટ વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા રસ્તે દોડશે. ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય.
  4. 13 ફેબ્રુઆરીથી 28 મે 2024 સુધી, ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર દ્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ મહેસાણા-ચાંદલોડિયા-વિરમગામને બદલે આંશિક રીતે બદલાયેલા રૂટ મહેસાણા-કટોસણ રોડ-વિરમગામ રસ્તે દોડશે. ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય.

નિરસ્ત ટ્રેનોઃ

13 ફેબ્રુઆરી 2024 થી 105 દિવસ માટે ટ્રેન નંબર 09369/09370 સાબરમતી-પાટણ-સાબરમતી ડેમુ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.

ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે

આ પણ વાંચો… School Bus Fire: ગુજરાતઃ બાળકોને પિકનિક પર લઈ જતી સ્કૂલ બસમાં ભીષણ આગ ફાટી નીકળી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો