India First Bullet Train Station

India First Bullet Train Station: અમદાવાદમાં તૈયાર થયું દેશનું પ્રથમ બુુલેટ ટ્રેન સ્ટેશન, અહીં જુઓ વીડિયો…

India First Bullet Train Station: અમદાવાદના સાબરમતીમાં બનેલા આ ભવ્ય રેલવે સ્ટેશનનો વિડિયો રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે X પર શેર કર્યો

અમદાવાદ, 08 ડિસેમ્બરઃ India First Bullet Train Station: લાંબા ઇંતેજાર બાદ આખરે ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થઈ ગયું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદના સાબરમતીમાં બનેલા આ ભવ્ય રેલવે સ્ટેશનનો વિડિયો X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો છે.  જેમાં સંસ્કૃતિ અને આધુનિકતાનું મિશ્રણ સ્પષ્ટપણે દેખાય છે. સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વર્ષ 2022-2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

આ અત્યાધુનિક ટ્રેનની મદદથી અમદાવાદથી મુંબઈનું અંતર માત્ર બે કલાક અને સાત મિનિટમાં કાપવામાં આવશે. બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. તે પહેલા અમદાવાદના સાબરમતી એક્સટેન્શનમાં મલ્ટી જંકશન પૂર્ણ થયું છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને સરકાર દ્વારા પહેલીવાર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવા જઈ રહી છે. આ ટ્રેન જાપાનની મદદથી તૈયાર કરવામાં આવી છે. 

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટેનું ટર્મિનલ

રેલવે મંત્રી વૈષ્ણવે સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનો વીડિયો જાહેર કર્યો છે. લગભગ 43 સેકન્ડના આ વીડિયોમાં ટર્મિનલમાં સમાવિષ્ટ ઘણી સુવિધાઓ અને આધુનિકતા બતાવવામાં આવી છે. તેમણે લખ્યુ, ‘ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટેનું ટર્મિનલ.’ ખાસ વાત એ છે કે ભારતમાં બુલેટ ટ્રેનને લઈને પહેલ વર્ષ 2017માં કરવામાં આવી હતી.

2017માં રેલ્વે મંત્રાલય દ્વારા જારી કરાયેલા રિલીઝ મુજબ, આ ટ્રેન મુંબઈ અને અમદાવાદ સ્ટેશનોને જોડશે. સરકારે કહ્યું હતું કે, ‘સાબરમતી અને મુંબઈ વચ્ચેનો રેલ્વે ટ્રેક (508 કિમી) જમીનથી ઉપરના થાંભલાઓ પર આધારિત હશે. તેમાં 12 સ્ટેશન હશે. મહત્તમ સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાકની હશે, જ્યારે ઓપરેટિંગ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે.

આ દેશની સરકાર મદદ કરી રહી છે

રેલવે મંત્રાલયે કહ્યું હતું કે, ‘ઝડપી ટ્રેન માટે મુંબઈ અને સાબરમતી વચ્ચેનો સમય 2.07 કલાકનો રહેશે. આ સમયગાળો રૂટ પરના તમામ સ્ટેશનો પર ટ્રેનને રોકવા માટે 2.58 કલાકનો રહેશે. પ્રોજેક્ટની અંદાજિત કિંમત- રૂ. 1,08,000 કરોડ. કુલ પ્રોજેકટ ખર્ચના 81 ટકા જાપાન સરકાર દ્વારા લોન તરીકે આપવામાં આવી છે. 0.1 ટકા વ્યાજ દર સાથેની આ લોન 15 વર્ષની ગ્રેસ પીરિયડ સાથે 50 વર્ષમાં ચૂકવવાપાત્ર છે.

આ પણ વાંચો… Passenger Bag Return: પાલનપુર સ્ટેશન પર રહી ગયેલી બેગ ટિકિટ પરીક્ષકે યાત્રીને સોંપી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો