Passenger Bag Return

Passenger Bag Return: પાલનપુર સ્ટેશન પર રહી ગયેલી બેગ ટિકિટ પરીક્ષકે યાત્રીને સોંપી

Passenger Bag Return: યાત્રી અને તેમના પરિવારજનોએ સિનિયર ટિકિટ પરીક્ષણ છોટૂ સિંહ રાવતને પ્રમાણિકતા અને કામમાં સજાગતા, કર્મનિષ્ઠા માટે ખૂબ-ખૂબ અભિનંદન આપ્યા

અમદાવાદ, 08 ડિસેમ્બરઃ Passenger Bag Return: પશ્ચિમ રેલવે પર અમદાવાદ મંડળના સમર્પિત કર્મચારીઓ પોતાના સન્માનનીય ગ્રાહકોને સુખદ અને સુરક્ષિત યાત્રા અનુભવ પ્રદાન કરાવવા માટે હંમેશા અગ્રસર રહે છે. આ ક્રમમાં પાલનપુર રેલવે સ્ટેશન પર કાર્યરત સિનિયર ટિકિટ પરીક્ષક છોટૂ સિંહ રાવતએ પ્રમાણિકતાનો પરિચય આપતાં યાત્રીના સ્ટેશન પર રહી ગયેલ બેગ ઘરેણાંઓ સહિત આરપીએફની હાજરીમાં જરૂરી કાર્યવાહી પૂરી કરીને સુપરત કરી.

મંડળ રેલવે પ્રવક્તાએ જાણકારી આપતાં જણાવ્યું કે, તારીખ 30.11.2023 ના રોજ ટ્રેન નંબર 09438 આબૂ રોડ થી સાબરમતી જનારી ડેમૂ ટ્રેનમાં સવારે 06:30 કલાકે એક મહિલા યાત્રી પોતાના પરિવારની સાથે પાલનપુર રેલવે સ્ટેશન પર સામાનની સાથે કલોલ જવા માટે આવ્યા હતા, ગાડી આવવા પર બધા યાત્રી ગાડીમાં બેસી ગયા.

એક બેગ ભૂલથી પાલનપુર રેલવે સ્ટેશન ઉપ સ્ટેશન પ્રબંધકની સામે છુટી ગઈ, ગાડી જતી રહ્યા પછી ઑન ડ્યુટી સિનિયર ટિકિટ પરીક્ષક છોટૂ સિંહ રાવત એ બેગ જોઈ તો તરત જ બેગ ટીસી ઓફિસમાં લાવીને એનાઉન્સ કરાવ્યું. પરંતુ કોઈ લેવા ન આવતાં બેગની તપાસ કરવામાં આવી. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, જરૂરી કાગળો અને બે પર્સ મળ્યા જેમાં સોનાના ઘરેણા બંગડીઓ, મંગળસૂત્ર, સોનાની ચેન, કાનની બુટી, રોકડ રૂપિયા મળ્યા, જેને તરત જ નજીકમાં ઉપ સ્ટેશન પ્રબંધક કચેરીમાં કાર્યરત ટ્રેન ક્લાર્ક બસંત કુમાર ડોડિયારને બોલાવીને બતાવવામાં આવ્યુ.

બધી જ વસ્તુઓ સુરક્ષિત મુકી દેવામાં આવી અને આધાર કાર્ડના આધારે યાત્રીની ઓળખ ટ્રેન ક્લાર્ક બસંત કુમાર ડોડિયારએ કરી અને તરત જ યાત્રીને જાણ કરવામાં આવી. જે રેલવેના નિવૃત્ત કર્મચારીની પુત્રીના લગ્ન સમારંભથી પરત પોતાની સાસરીમાં કલોલ જઈ રહી હતી, યાત્રીએ ઉમરદાશી સ્ટેશન પર ઉતરીને પોતાના સંબંધીઓની સાથે પાછા પાલનપુર સ્ટેશન પર બેગ લેવા આવ્યા.

સિનિયર ટિકિટ પરીક્ષક છોટૂ સિંહ રાવતએ બેગ માંના સામાનની જાણકારી માંગી, ઘરેણા સિવાય તમામ સામાન બરાબર રીતે બતાવ્યા, પરંતુ યાત્રીને પોતાને પણ જાણ નહોતી કે એમાં સોનાના ઘરેણાં છે, છતાં સિનિયર ટિકિટ પરીક્ષક છોટૂ સિંહ એ પ્રમાણિકતા બતાવતાં બધા ઘરેણાં યાત્રીને આરપીએફની હાજરીમાં જરૂરી કાર્યવાહી પૂરી કરતાં સુપરત કર્યા.

યાત્રી અને તેમના પરિવારજનોએ સિનિયર ટિકિટ પરીક્ષણ છોટૂ સિંહ રાવતને પ્રમાણિકતા અને કામમાં સજાગતા, કર્મનિષ્ઠા માટે ખૂબ-ખૂબ અભિનંદન આપ્યા અને આભાર વ્યક્ત કર્યો.

આ પણ વાંચો… Crore Rupees Seized From Congress MP: કોંગ્રેસ સાંસદ પાસેથી ઝડપાયો પૈસાનો ખજાનો, પીએમ મોદીએ કહી આ વાત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો