Okha-Gorakhpur Train Route Change: ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Okha-Gorakhpur Train Route Change: નોન-ઈન્ટરલોકિંગ કામગીરીના લીધે ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

રાજકોટ, 07 ડિસેમ્બરઃ Okha-Gorakhpur Train Route Change: ઉત્તર મધ્ય રેલવેના ગ્વાલિયર-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સેક્શનમાં નોન-ઈન્ટરલોકિંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

10 ડિસેમ્બરના રોજ ઓખાથી ઊપડતી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અને 14 ડિસેમ્બરના રોજ ગોરખપુરથી ઊપડતી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા ગુના, શિવપુરી અને ગ્વાલિયર થઈને દોડશે. આ ટ્રેનો જ્યાં નહીં જાય તેમાં અશોક નગર, મુંગાવલી, બીના અને વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશન નો સમાવેશ થાય છે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આ પણ વાંચો… Carrot Pickle: બોરિંગ ભાજીમાં સ્વાદ ઉમેરશે ગાજરનું અથાણું, જાણો કેવી રીતે બનાવવું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો