passenger train ac coach

Okha Puri Express Route Changed: ઓખા-પુરી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Okha Puri Express Route Changed: 3 અને 10 જાન્યુઆરી ની ઓખા-પુરી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

રાજકોટ, 21 ડિસેમ્બરઃ Okha Puri Express Route Changed: દક્ષિણ મધ્ય રેલવેમાં આવેલ કાજીપેટ-બલ્હારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

3 અને 10 જાન્યુઆરી, 2024 ના રોજ ઓખાથી ઊપડતી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 7 જાન્યુઆરી, 2024 ના રોજ પુરીથી ઊપડતી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિજયનગરમ, રાયગઢ, ટિટિલાગઢ, રાયપુર અને નાગપુર થઈને દોડશે.

જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનાકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.

રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આ પણ વાંચો… 29th Indian Plumbing Conference: અમદાવાદમાં ૨૯મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો