Operation Amanat

Operation Amanat: ઓપરેશન અમાનત અભિયાન હેઠળ યાત્રીને મળ્યું ખોવાયેલું સમાન

Operation Amanat: ઉદયપુરના ક્ષેત્રીય અધિકારી મહેન્દ્ર પાલએ સંબંધિત યાત્રીને તેમનો સામાન સહી સલામત પરત કર્યો

વડોદરા, 03 ફેબ્રુઆરીઃ Operation Amanat: પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર આરપીએફ દ્વારા ઓપરેશન અમાનત અભિયાન હેઠળ રેલવે યાત્રીઓના છૂટી ગયેલા અને ખોવાઈ ગયેલા સામાનને શોધીને સહીસલામત તેમના સુધી પહોચાડવામાં આવે છે.

આ સંબંધમાં ટ્રેન નંબર 22901 બાંદ્રા ટર્મિનસ-ઉદયપુર એક્સપ્રેસમાં ઉદયપુર માટે યાત્રા કરી રહેલ યાત્રીનું લેપટોપ બેગ પ્લેટફોર્મ પર રહી ગયું હતું, જેને સહીસલામત ઉદયપુર પહોંચાડીને સંબંધિત યાત્રીને સુપરત કરવામાં આવ્યું. વડોદરા મંડળના મંડળ સુરક્ષા આયુક્ત ધર્મરાજ રામએ જણાવ્યું કે, મંડળ પ્રશાસનને રેલવે મદદના માધ્યમથી સૂચના મળી કે બાંદ્રા ઉદયપુર ટ્રેનથી ઉદયપુર માટે યાત્રા કરી રહેલ મહિલા યાત્રી પૂજા શર્માનું લેપટોપ બેગ પ્લેટફોર્મ પર રહી ગયું છે.

સૂચના મળતાં જ આરપીએફ તરત હરકતમાં આવી અને સંયુક્ત રૂપે સીસીટીવી ફુટેજ જોવા પર જાણવા મળ્યું કે બીએ મીઠાઈવાળા સ્ટોલ વેન્ડરના એક કર્મચારીએ પોતાની ઈમાનદારી અને સજાગતાનો પરિચય આપતાં તેને રેલવે પ્રશાસનને સોંપવા માટે જઈ રહ્યો છે.

ઈન્સપેક્ટર આરપીએફ વડોદરા સંજય માલસરિયા અને તેમની ટીમ તથા જીઆરપીએ તાત્કાલિક કાર્યવાહી કરતાં બેગની તપાસ કરી, જેમાં કથિત યાત્રીનો મોબાઈલ નંબર મળ્યો જેના પર સંપર્ક કરીને બેગના સહી સલામત મળી જવાની માહીતી આપવામાં આવી. કથિત યાત્રીની વ્યક્તિગત વિનંતી પર લેપટોપ બેગ (જેની અંદાજીત કિંમત ₹75000 હતી) ને અન્ય ટ્રેનથી ઉદયપુર મોકલવામાં આવી.

ઉદયપુરના ક્ષેત્રીય અધિકારી મહેન્દ્ર પાલએ સંબંધિત યાત્રીને તેમનો સામાન સહી સલામત પરત કર્યો. યાત્રીએ પોતાનો સામાન સહીસલામત મળવા પર પશ્ચિમ રેલવે પ્રશાસન જીઆરપી અને આરપીએફ વડોદરાની તાત્કાલિક કાર્યવાહીની પ્રશંસા કરતાં પોતાની ખુશી વ્યક્ત કરી.

આ પણ વાંચો… Lal Krishna Advani: ભારત રત્નથી સન્માનિત થશે પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, પ્રધાનમંત્રીએ કરી જાહેરાત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો