Student Competition 1

Student Competition: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા વિદ્યાર્થીઓ માટે નિબંધ-ચિત્ર સ્પર્ધાનું આયોજન

Student Competition: કુલ 74 શાળાઓમાં ધોરણ 5 થી 12 વર્ગો ના વિદ્યાર્થીયો માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

રાજકોટ, 22 ફેબ્રુઆરીઃ Student Competition: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ફેબ્રુઆરીના રોજ “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવેના 554 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે અને 1500 રોડ ઓવર બ્રિજ/અંડરપાસના અંદાજે રૂ. 41000 કરોડ ની લાગત ના કામોનું શિલાન્યાસ અને રાષ્ટ્રને અર્પણ કરશે.

આ પણ વાંચો… Delhi-Mumbai Green Expressway: વડોદરાથી ભરૂચ સુધીના એક્સપ્રેસવે વડાપ્રધાને રાષ્ટ્રને કર્યા સમર્પિત

આ પ્રસંગે, “અમૃત સ્ટેશન યોજના” હેઠળ, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, ઓખા, ખંભાળિયા, હાપા, કાનાલુસ, ભાટિયા, વાંકાનેર અને થાન અને પડધરી, વિવિધ 12 સ્ટેશનો પર કુલ 74 શાળાઓમાં ધોરણ 5 થી 12 વર્ગો ના વિદ્યાર્થીયો માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધાની થીમ “2047 નું વિકસિત અને ભારતીય રેલવે” હતી જેમાં કુલ 7945 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના વિજેતાઓને 26મી ફેબ્રુઆરી, 2024ના રોજ રાજકોટ ડિવિઝનના સ્થળો/સ્ટેશનો પર આયોજિત થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવશે.