UTS app

Ticket Vending Machine Awareness: યુટીએસ એપ અને ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરવા માટે જાગૃતિ અભિયાન

Ticket Vending Machine Awareness: અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે મુસાફરોને લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી

whatsapp banner

રાજકોટ, 22 માર્ચ: Ticket Vending Machine Awareness: રાજકોટ ડિવિઝન માં મુસાફરોને યુટીએસ એપ અને ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા માટે ચલાવવામાં આવી રહ્યું છે જાગૃતિ અભિયાન અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે મુસાફરોને લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી

રાજકોટ ડિવિઝનના રેલવે કર્મચારીઓ દ્વારા મુસાફરોને ATVM (ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન) અને UTS એપનો ઉપયોગ કરવા પ્રેરિત કરવા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર નિયમિતપણે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. હવે મુસાફરોએ અનરિઝર્વ્ડ (સામાન્ય) રેલવે ટિકિટ મેળવવા માટે લાઇન માં ઉભા રહેવાની જરૂર નથી. હવે મુસાફરો તેમની બિનઆરક્ષિત (સામાન્ય) ટિકિટ જાતે બુક કરીને સમય અને નાણાં બંને બચાવી શકે છે.

Ticket Vending Machine Awareness

હવે મુસાફરો તેમના મોબાઈલ ફોન પર UTS એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશનની અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ બુક કરી શકે છે અથવા એટીવીએમ (ઓટોમેટિક ટિકિટ વેંડિંગ મશીન) દ્વારા કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશનની અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ જાતે જ બુક કરી શકે છે.

રાજકોટ જકોટ ડિવિઝન ના ઓખા, દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર અને સુરેન્દ્રનગર સ્ટેશનો પર ATVM ની સુવિધા ઉપલબ્ધ છે. નોંધનીય છે કે રેલવે એટીવીએમ અને યુટીએસ એપ દ્વારા ટિકિટ બુક કરાવવા માટે મુસાફરો પાસેથી કોઈ વધારાનો ચાર્જ વસૂલતી નથી. ઉપરોક્ત જણાવેલ સુવિધાઓ ના મુખ્ય ફાયદા નીચે મુજબ છે-

આ પણ વાંચો:- Mahindra Pact with Adani: ઇલેક્ટ્રિક વાહન માટે અદાણીની મોટી યોજના, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે કરાર કર્યો

યુટીએસ એપ (UTS APP) ના ફાયદા:
• તમે ઘરે બેસીને અથવા સ્ટેશનની 20 KM ત્રિજ્યામાં રહીને તમારા પોતાના મોબાઇલ ફોન પર ટિકિટ બુક કરી શકો છો
• યાત્રા, સિઝન અને પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ છે
• ચુકવણી માટે યુપીઆઈ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ અને R-Wallet સુવિધા
ઉપલબ્ધ છે
• R-Wallet રિચાર્જ પર 3% વધારાની બોનસ રકમ મેળવો.
• સ્ટેશન પર જવાની અને ટિકિટ બારી પર લાઈન લગાવવાની ઝંઝટ નહીં
• સમય અને પૈસા બંને બચાવો.
• છુટ્ટા પૈસાની કોઈ સમસ્યા નહીં
• પેપરલેસ ટિકિટિંગની સુવિધા ઉપલબ્ધ છે.
• પર્યાવરણ માટે ફાયદાકારક.

એટીવીએમ (ATVM) ના ફાયદા:
• સ્ટેશન પર જઈને ત્યાં ઉપલબ્ધ ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન (ATVM) પરથી પોતાની ટિકિટ બુક કરીને યાત્રા કરી શકો છો.
• યાત્રા,સિઝન અને પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ છે.
• ચુકવણી માટે UPI QR કોડ અને રેલવે સ્માર્ટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે
• રેલવે સ્માર્ટ કાર્ડ રિચાર્જ પર 3% વધારાની બોનસ રકમ મેળવો
• ટિકિટ બારી પર લાઈન લગાવવાની ઝંઝટ નહીં
• સમય અને પૈસા બંને બચાવો
• છુટ્ટા પૈસાની કોઈ સમસ્યા નહીં

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો