SBI

SBI Net Banking: SBIના કરોડો ગ્રાહકો આજે 60 મિનિટ માટે YONO અને UPI સહિતની સેવાઓ ઠપ્પ રહેશે, વાંચો વિગત

SBI Net Banking: SBI અનુસાર આ સેવાઓ આજે શનિવારે 23 માર્ચે સવારે 01:10 થી 02:10 વચ્ચે ઉપલબ્ધ રહેશે નહીં.

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 23 માર્ચઃ SBI Net Banking: જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા માટે ખુબ મહત્વના છે. SBIએ કહ્યું છે કે તેના કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ આજે  23 માર્ચના રોજ  કામ કરશે નહીં. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ ઈન્ટરનેટ બેંકિંગ, YONO Lite, YONO Business Web , Mobile App, YONO અને UPIની સેવાઓ આજે થોડા સમય માટે ઉપલબ્ધ રહેશે નહીં.

આ પણ વાંચોઃ Mahindra Pact with Adani: ઇલેક્ટ્રિક વાહન માટે અદાણીની મોટી યોજના, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે કરાર કર્યો

SBI અનુસાર આ સેવાઓ આજે શનિવારે 23 માર્ચે સવારે 01:10 થી 02:10 વચ્ચે ઉપલબ્ધ રહેશે નહીં. આનો અર્થ એ થયો કે કુલ 60 મિનિટ સુધી બેંક ગ્રાહકો ઈન્ટરનેટ બેંકિંગ, YONO Lite, YONO બિઝનેસ વેબ અને મોબાઈલ એપ, YONO અને UPI પર કોઈ પ્રવૃત્તિ કરી શકશે નહીં.

જો કે, આ સમયગાળા દરમિયાન UPI લાઇટ અને ATM સેવાઓ ઉપલબ્ધ રહેશે. તમને જણાવી દઈએ કે 17 માર્ચે પણ બેંક સેવાઓ પ્રભાવિત થઈ હતી. કેટલીક બેંક સેવાઓ એક કલાક માટે ઠપ્પ થઈ ગઈ હતી. મતલબ કે એક સપ્તાહમાં આ બીજી વખત છે જ્યારે બેંક સેવાઓને અસર થશે.

આ પણ વાંચોઃ PM Modi Visit Bhutan: PM મોદી ભૂતાનના પ્રવાસે, વડાપ્રધાનનું હોટલમાં ગરબા પર્ફોમન્સ દ્વારા કરાયુ સ્વાગત- જુઓ વીડિયો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો