Train Route Changed: આ બે એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટથી ચાલશે, જાણો…

Train Route Changed: ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટથી ચાલશે

અમદાવાદ, 16 જાન્યુઆરીઃ Train Route Changed: ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત લખનૌ-બારાબંકી-અયોધ્યા કેન્ટ-શાહગંજ-જાફરાબાદ સેક્શનમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય) કામને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડતી ટ્રેનો:

  • 20 જાન્યુઆરીના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ લખનૌ-મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી થઈને આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
  • 19 જાન્યુઆરીના રોજ ઓખાથી ચાલતી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ લખનૌ-મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટ અને અકબરપુરનો સમાવેશ થાય છે.

રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આ પણ વાંચો…. Desi Kharek of Kutch: જીઆઈ-ટેગ સાથે કચ્છની દેશી ખારેકે રચ્યો ઇતિહાસ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો