Train Timing Changed News: રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા સમયમાં ચાલશે, જાણો વિસ્તારે…

Train Timing Changed News: રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 16 ડિસેમ્બરથી કાયમી ધોરણે બદલાયેલા સમયમાં ચાલશે

રાજકોટ, 15 ડિસેમ્બરઃ Train Timing Changed News: રેલવે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ-પોરબંદર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનની જગ્યાએ હવે 16 ડિસેમ્બરથી રાજકોટ-પોરબંદર ડેઈલી એક્સપ્રેસ કાયમી બદલાયેલા સમય સાથે ચલાવવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છેઃ

ટ્રેન નંબર 19208/19207 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ (દૈનિક)

ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 16મી ડિસેમ્બરથી દરરોજ 16.10 કલાકે રાજકોટ ઉપડશે અને 21.20 કલાકે પોરબંદર પહોંચશે. રિટર્નમાં ટ્રેન નંબર 19207 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 16મી ડિસેમ્બરથી દરરોજ સવારે 05.45 કલાકે પોરબંદરથી ઉપડશે અને સવારે 10.30 કલાકે રાજકોટ પહોંચશે.

ઉપરોક્ત ટ્રેનો બંને દિશામાં રાણાવાવ, તરસાઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોતી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઉભી રહેશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટથી 15.15 કલાકે દોડનારી ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ અને પોરબંદરથી 07.30 કલાકે દોડનારી ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ 16 ડિસેમ્બરથી રદ કરવામાં આવી છે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આ પણ વાંચો… Surat Airport: સુરત એરપોર્ટને મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે મંજૂરી આપી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો