Trains Extended To Okha: ઓખા સુધી લંબાવવામાં આવી આ બે ટ્રેનો, જાણો સંપૂર્ણ ડિટેલ…

Trains Extended To Okha: હાપા-બિલાસપુર અને બિલાસપુર-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો ઓખા સુધી લંબાવવામાં આવી

  • સાંસદ પૂનમબેન માડમ 27મી જાન્યુઆરીના રોજ ઓખાથી નવી વિસ્તૃત ટ્રેનને લીલી ઝંડી આપશે

રાજકોટ, 25 જાન્યુઆરીઃ Trains Extended To Okha: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનથી ઉપડનારી હાપા-બિલાસપુર અને બિલાસપુર-હાપા સુપરફાસ્ટ વીકલી એક્સપ્રેસ ટ્રેનોને કાયમી ધોરણે ઓખા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓખા સ્ટેશન પર 27 જાન્યુઆરીના રોજ સાંજે 18.15 કલાકે આયોજિત એક કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં ટ્રેન નંબર 22939 ઓખા-બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને નવી વિસ્તૃત ટ્રેનના સંચાલનનું ઉદ્ઘાટન કરશે.

આ ટ્રેનોને બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા અને જામનગર સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ પણ આપવામાં આવ્યા છે. ટ્રેન નંબર 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 જાન્યુઆરીથી દર શનિવારે 19.05 કલાકે ઓખાથી ઉપડી તે જ દિવસે દ્વારકા 19.36 કલાકે, ખંભાળિયા 20.47 કલાકે, જામનગરથી 21.33 કલાકે અને હાપા 22.18 કલાકે પહોંચશે.

રિટર્નમાં, ટ્રેન નંબર 22940 બિલાસપુર-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ 29 જાન્યુઆરીથી બિલાસપુરથી દર સોમવારે 10.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે હાપા 15.08 કલાકે, જામનગર 15.24 કલાકે, ખંભાળિયા 16.17 કલાકે, દ્વારકા 17.46 કલાકે અને ઓખા 18.50 કલાકે પહોંચશે. ઉપરોક્ત ટ્રેનોના રૂટમાં અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટ્રેનોના સ્ટોપેજ સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો… Amit Shah Inaugurated E-Bus Service in Jammu: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુમાં ઇ-બસ સેવાનો શુભારંભ કરાવ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો