vadodara station

Vadodara Division Important Decisions: વડોદરા મંડળના સ્ટેશનો ઉપર ભીડ નિયંત્રણ માટે કરવામાં આવ્યા કેટલાક ઉપાય

Vadodara Division Important Decisions: તહેવારોની મોસમની ભીડને અનુલક્ષીને વડોદરા મંડળના વડોદરા અને છાયાપુરી સ્ટેશનો ઉપર ભીડ નિયંત્રણ માટે કરવામાં આવ્યા કેટલાક ઉપાય

  • પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગંતવ્યો માટે વડોદરા અને છાયાપુરીથી 19 વિશેષ ટ્રેનોની 19 ટ્રિપ્સ ચલાવવામાં આવી રહી છે.
  • યાત્રીઓની અવરજવરને સુવ્યવસ્થિત કરવા અને ભીડ નિયંત્રણ માટે આરપીએફ અને જીઆરપી કર્મચારીઓનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.
  • કટોકટી વ્યવસ્થાપન અને સ્થિતિનું ધ્યાન રાખવા માટે રેલવે અધિકારીઓ ચોવીસે કલાક બંદોબસ્તમાં રહ્યા છે

વડોદરા, 16 નવેમ્બરઃ Vadodara Division Important Decisions: વડોદરા મંડળના વિવિધ સ્ટેશનો ઉપર તહેવારોની મોસમની ભીડને અનુલક્ષીને અને પ્લેટફોર્મ્સ અને એફઓબી સહિત રેલવે સંકુલોમાં યાત્રીઓની ભીડને નિયંત્રિત કરવા માટે કેટલાક આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને આ સ્ટેશનો ઉપર ભીડ વ્યવસ્થાપનના યોગ્ય અમલીકરણ માટે કેટલીક વિસ્તૃત વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ તહેવારોની મોસમમાં યાત્રીઓની સુવિધા માટે અને યાત્રાની માંગ પૂરી કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગંતવ્યો માટે વડોદરા અને છાયાપુરી સ્ટેશનોથી 19 ફેસ્ટિવલ ટ્રેનોની 19 ટ્રિપ્સ ચલાવવામાં આવી રહી છે. જેમાં વડોદરા-હરીદ્વાર, વડોદરા-કટિહાર, વડોદરા-ગોરખપુર, ઉધના-કટિહાર, અમદાવાદ-કટિહાર, અમદાવાદ-સમસ્તીપુર, અમદાવાદ-દરભંગા અને અમદાવાદ-બરૌની સ્પેશિયલ ટ્રેન સામેલ છે. સાથે જ વડોદરા અને છાયાપુરી સ્ટેશનો ઉપર એક-એક વધારાના UTS કાઉન્ટર ખોલવામાં આવ્યા છે.

ભીડનું ધ્યાન રાખવા અને ભીડનું નિયંત્રણ કરવા માટે વડોદરા અને છાયાપુરી સ્ટેશનો ઉપર કર્મચારીઓનો અધિકતમ બંદોબસ્ત સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. પ્રવેશ/નિકાસ સ્થળો અને પ્લેટફોર્મ્સ ઉપર ભીડને નિયંત્રીત કરવા માટે આરપીએફ અને જીઆરપી કર્મચારીઓનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આના ઉપરાંત, તમામ ટ્રેનોના પ્રત્યેક કોચ (રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ બંને) ના ગેટ ઉપર આરપીએફ/જીઆરપી કર્મચારીઓને બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે.

સાથે જ સ્ટેશન સંકુલની પાસે બહેતર સુરક્ષા વ્યવસ્થા માટે રાજ્ય સરકાર તરફથી વધારાની ટુકડીનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સ્ટેશન સુધી પહોંચવાના વિસ્તારને વિનિયમિત કરવામાં આવ્યો છે જેથી પ્લેટફોર્મ ઉપર સમયથી પહેલાં પ્રવેશને પ્રતિબંધિત કરી શકાય. સાથે જ, સ્ટેશન ઉપર ભારે ભીડને રોકવા માટે પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ પણ અટકાવી દેવામાં આવ્યું છે.

વિશેષ ટ્રેનોનો વ્યાપક પ્રચાર-પ્રસાર સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લક્ષિત દર્શકો સુધી પહોંચવા અને ચલાવવામાં આવી રહેલી વિશેષ ટ્રેનોના સંબંધમાં વ્યાપક અને તાત્કાલિક પહોંચ માટે મીડિયા અને વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો… Syrian President Arrest Warrant: હવે આ બે દેશ વચ્ચે વધ્યો તણાવ, રાષ્ટ્રપતિ વિરુદ્ધ ઇન્ટરનેશનલ અરેસ્ટ વૉરન્ટ ઈશ્યૂ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો