Womens Rest Room 1

Women’s Rest Room: ડીઆરએમ ઓફિસમાં કાર્યરત મહિલાઓની સુવિધા માટે મહિલા કક્ષનું ઉદઘાટન

Women’s Rest Room: મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ મુખ્ય ચિકિત્સા અધીક્ષક ભાનુમતી શેખરે મહિલા કક્ષનું ઉદઘાટન કર્યું

અમદાવાદ, 01 જાન્યુઆરીઃ Women’s Rest Room: અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક કાર્યાલય (DRM)માં એક નવી શરૂઆત તરીકે મહિલા રેલ કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં લઇને મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ મુખ્ય ચિકિત્સા અધીક્ષક ભાનુમતી શેખરે મહિલા કક્ષનું ઉદઘાટન કર્યું.

વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી જીતેશ અગ્રવાલે જણાવ્યું કે, આ મહિલા કક્ષમાં અનેક સુવિધાઓ મહિલા કર્મચારીઓને મળી રહે તેવી છે. આમાં ચેન્જિંગ રૂમ અને બેબી ફીડિંગ રૂમ, ડાઇનિંગ ટેબલ અને ખુરશી, ટેબલ ટેનિસ, કેરમ અને ચેસબોર્ડ જેવી વિવિધ સુવિધાઓ સામેલ છે.

મહિલા કક્ષ ખાસ કરીને મહિલા કર્મચારીઓને તેમનાં કાર્યસ્થળે આરામ અને મનોરંજનની સુવિધા આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આનાથી મહિલાઓનું કાર્ય વધારે સરળતાભર્યું બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.

આ શરૂઆતનું ઉદઘાટન એક સકારાત્મક પ્રયાસ છે જે મહિલા રેલકર્મચારીઓને સમૃદ્ધિ અને સુવિધા સાથે તેમના કાર્યને વધારે સરળતાભર્યું બનાવવાની દિશામાં અનોખો પ્રયોગ છે.

આ પણ વાંચો… Train Cancelled News: નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે આ એક્સપ્રેસ ટ્રેનો રદ્દ રહેશે, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો