Cancel train

Train Cancelled News: નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે આ એક્સપ્રેસ ટ્રેનો રદ્દ રહેશે, જાણો…

Train Cancelled News: ભોપાલ મંડળમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ગાંધીનગર-વારાણસી અને અમદાવાદ-પટના એક્સપ્રેસ રદ્દ રહેશે

અમદાવાદ, 01 જાન્યુઆરીઃ Train Cancelled News: પશ્ચિમ મધ્ય રેલવે પર ભોપાલ મંડળના સંત હિરદારામ નગર-નિશાતપુરા સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશનિંગ અંગે નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ગાંધીનગર કેપિટલ-વારાણસી અને અમદાવાદ-પટના એક્સપ્રેસ ટ્રેનો રદ્દ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

  1. 11 જાન્યુઆરીના રોજ ગાંધીનગર કેપિટલથી ઉપડનારી ટ્રેન નંબર 22468 ગાંધીનગર કેપિટલ-વારણસી એક્સપ્રેસ રદ્દ રહેશે.
  2. 10 જાન્યુઆરીના રોજ વારાણસીથી ઉપડનારી ટ્રેન નંબર 22467 વારાણસી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ્દ કહેશે.
  3. 14 જાન્યુઆરીના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટણા એક્સપ્રેસ રદ્દ રહેશે.
  4. 16 જાન્યુઆરીના રોજ પટનાથી ઉપડનારી ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.

ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના અંગે વિગતવાર જાણકારી માટે યાત્રીઓ અહીં આપેલી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી જાણકારી મેળવી શકે છે.

આ પણ વાંચો… New Rules For 1st January: આજથી લાગુ થયા આ 6 મોટા ફેરફારો, જાણો તેના વિશે વિગતવાર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો