alok kansal

WR GM visit Rajkot division: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા રાજકોટ મંડળમાં ચાલી રહેલ વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે નિરીક્ષણ

અમદાવાદ , ૨૦ ઓગસ્ટ: WR GM visit Rajkot division: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે આજે રાજકોટ મંડળની મુલાકાત લીધી હતી. જનરલ મેનેજર કંસલે રાજકોટ સ્ટેશન પર ઉપલબ્ધ પેસેન્જર સુવિધાઓની ચકાસણી કરી હતી. તેમણે પ્લેટફોર્મ પર સ્થિત કેટરિંગ સ્ટોલ, પેસેન્જર વેઇટિંગ રૂમ, વોટર કુલર, હેરિટેજ ગેલેરી, કોન્કોર્સ હોલ, પાર્સલ ઓફિસ વગેરેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને પ્લેટફોર્મ પર હાલમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની પણ નોંધ લીધી હતી.

તેમજ કંસલે રાજકોટના કોઠી કમ્પાઉન્ડ સ્થિત (WR GM visit Rajkot division) રેલવે હોસ્પિટલમાં નવનિર્મિત ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટની ટાંકીની ક્ષમતા 500 લિટર છે, જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સતત ઓક્સિજન પૂરો પાડી શકશે. કંસલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે વાતચીત કરીને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી અને હોસ્પિટલમાં હાલમાં ઉપલબ્ધ સુવિધાઓનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ જનરલ મેનેજર કંસલે રાજકોટની લોકો કોલોની સ્થિત ફૂટબોલ ગ્રાઉન્ડમાં નવનિર્મિત પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું.

Zydus Cadila Vaccine: ઝાયડસની કોરોના વેક્સિનને મોદી સરકારે આપી લીલીઝંડી, જાણો કેટલા ડોઝ લેવા પડશે

આ પેવેલિયનમાં લગભગ 80 લોકો બેસી શકે છે.(WR GM visit Rajkot division) રાજકોટ સ્થિત ડીઆરએમ ઓફિસના કોન્ફરન્સ રૂમમાં કંસલે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનજર અનિલકુમાર જૈન, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનજર ગોવિંદ પ્રસાદ સૈની તથા વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ડિવિઝનમાં કરવામાં આવેલ યાત્રી સુવિધાઓ સલામતી/સુરક્ષા કાર્ય, માળખાકીય કામગીરી, વિદ્યુતિકરણ કાર્ય અને અન્ય વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરી હતી

WR GM visit Rajkot division

અને તેની સાથે સંબંધિત એક્શન પ્લાન પર પણ ચર્ચા કરી હતી તથા આ પ્રસંગે (WR GM visit Rajkot division) જનરલ મેનેજરે મુસાફરોને કાર્ય દરમિયાન રાષ્ટ્રીયતાને પ્રથમ પ્રાધાન્ય આપીને કામ કરવું જોઈએ અને પરસ્પર ભાઈચારાને પ્રાધાન્ય આપીને સામાજિક સંવાદિતા માટે કાર્ય કરવા માટે અને પોર્ટ કનેક્ટિવિટી ને સરળ બનાવવા માટે કાર્ય કરવું જોઈએ તથા આખા ભારતમાં રેલવે મારફતે તમામ ક્ષેત્રોની નૂર સરળતાથી પહોંચે તે માટે ખાસ ભાર આપવામાં આવ્યો છે, જેથી રેલવે દ્વારા માલના પરિવહનમાં વધારો થશે અને વિવિધ ક્ષેત્રોનો માલ નિયત સ્થળે સમયસર પહોંચી શકે.

Whatsapp Join Banner Guj