collector welcome freedom fighter

Ahmedabad collector: સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મણભાઇ ચૌહાણની ફરિયાદનો ત્વરિત સુખદ ઉકેલ … સંવેદનશીલ અભિગમનું શ્રેષ્ઠ ઉદાહરણ

Ahmedabad collector: જિલ્લા કલેકટરએ સ્થળ પરથી જ ફોન કરી સિવિલ હોસ્પિટલ તંત્રને લક્ષ્મણ ભાઈ ચૌહાણની મુશ્કેલી દૂર કરવા સૂચના આપી… અને ગણતરીના કલાકમાં જ લક્ષ્મણભાઈ માટે ” હિયરીંગ એડ” ની વ્યવસ્થા કરાઈ

અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય
અમદાવાદ , ૧૪ ઓગસ્ટ:
Ahmedabad collector: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇને આપણા દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવાની પરંપરા છે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નવતર અભિગમના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શહેરના બે સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નરોડામાના સંજયનગર વિસ્તારમાં રહેતા ૯૮ વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણના પરિવારમા બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. તેઓએ આઝાદીની લડતમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. ભારત્ને મળેલ આઝાદીમા તેમનું યોગદાન અમૂલ્ય છે.

અમદાવાદ જીલ્લા કલેકટર (Ahmedabad collector) સંદિપ સાગલે એ જ્યારે તેમના ઘરની મુલાકાત લઈને તેમનું સન્માન કર્યુ ત્યારે પરિવારજનોએ વાચીતમાં જણાવ્યું કે નાદુરસ્ત તબિયતાના કારણે હવે તેમને સાંભળવાની ખુબ મોટી તકલીફ થઈ છે અને જો તેમને સાંભળવાનું મશીન એટલે કે હિયરિંગ એઈડ કાનમાં બેસાડવામાં આવે તો તેમની તકલીફ દૂર થઈ શકે તેમ છે.

આ પણ વાંચો…Mata pita palak yojna: ગરીબ ઘરની દીકરીને મદદે આવ્યા જીલ્લા કલેક્ટર, ગુજરાન ચલાવવા આપશે મહિને 3000ની સહાય

આ વાત સાંભળીને કલેકટર (Ahmedabad collector) સંદિપ સાગલેએ તરત જ અસારવા સિવિલ હોસ્પિટલમા ફોન જોડ્યો અને સંલગ્ન ડોકટર સાથે વાત કરી અને તુંરત જ અહી આવીને કાર્યવાહી કરવા જણાવ્યું. જિલ્લા કલેકટર સંદિપ સાગલેના ફોન બાદ ગણતરીના કલાકોમાં જ સિવિલના તબીબો દ્વારા લક્ષ્મણભાઈ ચૌહાણના ઘેર જઈને ડિજિટલ હિયરિંગ એઇડ મશીન તેમના કાનમાં ફીટ કરવામં આવ્યું.

freedom fighter earing ,Ahmedabad collector

માત્ર એક ફોનથી જ આટલી ઝડપી સારવાર મળતા લક્ષ્મણભાઈ અને તેમનો પરિવાર ખુબ જ ખુશ થયા અને જિલ્લા કલેકટરનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો. આવો સંવેદનાસભર અભિગમ જ વહીવટી તંત્રની શાન છે…

Whatsapp Join Banner Guj