ambaji poor girl

Mata pita palak yojna: ગરીબ ઘરની દીકરીને મદદે આવ્યા જીલ્લા કલેક્ટર, ગુજરાન ચલાવવા આપશે મહિને 3000ની સહાય

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૪ ઓગસ્ટ:
Mata pita palak yojna: અંબાજી નાં 8 નંબર વિસ્તાર માં વર્ષો થી ઝુંપડપટ્ટી ને કાચા મકાન માં રહેતી કાજલ માજીરાણા નામ ની દિકરી હાલ આદર્શ નિવાસી શાળા માં ધોરણ-10 માં અભ્યાસ કરે છે. જોકે આ દિકરી નો પરીવાર ખુબ જ ગરીબ છે ને છાપરા માં રહે છે. તેણી નાં પિતા ગુજરી જતાં માતા એ બીજા લગ્ન કરી લેતા કાજલ એકલી પડી હતી પણ તેણી દાદીએ મહેનત મજુરી કરી કાજલ નું ને પોતાનુ ભરણ પોષણ કરી જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. ને કાજલ ને આટલી મહેનત મજુરી કરી ને પણ તેણી ને ધોરણ-10 સુધી નું અભ્યાસ કરાવ્યો છે.

Mata pita palak yojna: પણ પોતાની ગરીબી નાં કારણે વધુ અભ્યાસ કરાવવું અને હવેનું જનજીવન ચલાવવું કઠીન બન્યુ હતુ. ત્યારે મુસ્લીમ સમાજનાં અગ્રણી ઇરફાન કુરેસી એ આ ગરીબ પરીવાર ને સહાય મળે ને કાજલ વધુ અભ્યાસ કરી શકે તે માટે બનાસકાંઠા જીલ્લા કલેકટર ને રજુઆત કરી હતી. ત્યારે જીલ્લા કલેકટરે જીલ્લા બાળ સુરક્ષા અધીકારી ડો. એન. વી. મેણાત ને આ પરીવાર ની તપાસ કરાવતાં સત્ય સામે આવ્યુ હતુ.

Mata pita palak yojna

ત્યારે જીલ્લા કલેકટરે રાજ્ય સરકાર ની માતા પિતા પાલક યોજના હેઠળ સહાય રૂપ બનવાનું નક્કી કર્યુ હતુ ને જેને લઇ આ ગરીબ પરીવાર નું ઘર ગુજરાન ચાલે તે માટે માસીક રૂપીયા 3000 ની સહાય મળે તેવો હુકમ સાથે નો આદેશપત્ર આપવા માટે જીલ્લા કલેકટર ખુદ અંબાજી ની આ ઝુંપડપટ્ટી વિસ્તાર મા પહોંચી કાજલ ના પરીવાર ને સહાય રૂપ બન્યાં હતા.

આ પણ વાંચો…Salary hike of bank employees: બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર, જાણો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો કર્યો વધારો

કાજલ નો પરીવાર ઝુંપડપટ્ટી માં રહેતો હોવા છતાં પહેલી વાર ઝુંપડપટ્ટી વિસ્તાર માં કલેકટર પોતાના ઘરે આવેલ હોઇ તેમને માતાજી ની ચુંદડી ઓઢાળી ભગવાન શ્રી ગણેશ ની પ્રતિમા અર્પણ કરી હતી. જોકે જીલ્લા કલેકટરે વધુ સહાય ની જરૂર પડે તો તેની પુર્તતા કરવાં ખાતરી આપી હતી. અને જણાવ્યુ હતુ કે અંબાજી ખાતે આવીને એક ગરીબ દિકરીને આર્થિક સહાય મળે તે માટે મદદ કરી છે .અત્યાર સુધી અમે બનાસકાંઠા જિલ્લામાં લગભગ 1600 દિકરાઓ અને દિકરીઓની મદદ કરી છે.

Whatsapp Join Banner Guj