Best 56 days prepaid plan

Best 56 days prepaid plan: દરરોજ 3GB સુધી ડેટા અને OTT મેમ્બરશિપ પણ ફ્રી- વાંચો આ ખાસ ઓફર વિશે

Best 56 days prepaid plan: રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા અલગ-અલગ પ્રીપેડ પ્લાન ઓફર

નવી દિલ્હી, 11 ઓગષ્ટ: Best 56 days prepaid plan: રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા અલગ-અલગ પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. જ્યાં મોટાભાગના યૂઝર્સને મહિનાનું રિચાર્જ પ્લાન પસંદ આવે છે તો કેટલાક યૂઝર્સ એક વર્ષનો પ્લાન પણ લેતા હોય છે. મોટી સંખ્યામાં એવા ગ્રાહક પણ છે જે 56 કે 84 દિવસનો પ્રીપેડ પ્લાન લેવા ઈચ્છે છે. તો આવો જાણીએ ત્રણેય કંપનીઓના 56 દિવસની વેલિડિટીવાળા બેસ્ટ પ્રીપેડ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ. 

આ પણ વાંચોઃ Covid-19 drug horse antibodies: ઘોડાની એંટીબોડીમાંથી બનાવાય રહી છે કોરોનાની દવા, ભારતીય કંપનીનો દાવો- વાંચો વિગત

Reliance Jio નો 598 રૂપિયાનો પ્રીપેડ પ્લાન(Best 56 days prepaid plan)
રિલાયન્સ જીયોનો આ પ્રીપેડ પ્લાનમાં કોલિંગ અને ડેટાની સાથે OTT સબ્સક્રિપ્શન પણ મળે છે. તેમાં 56 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 112 જીબી ડેટા મળે છે. પ્લાનમાં બધા નેટવર્ક પર અનિલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ સિવાય એક વર્ષ માટે Disney + Hotstar નું સબ્સક્રિપ્શન અને જીયો એપ્સનું ફ્રી એક્સેસ આપવામાં આવે છે. 

આ પણ વાંચોઃ Vainkeya naydu: રાજ્યસભામાં એવુ શું થયું કે રડી પડ્યા વૈંકેયા નાયડુ, વિરોધી સાંસદો પર કાર્યવાહીની શક્યતા- વાંચો વિગત

Bharti Airtel નો 558 રૂપિયાનો પ્રીપેડ પ્લાન(Best 56 days prepaid plan)
એરટેલનો આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે, પરંતુ તેમાં જીયો પ્લાનથી વધુ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટા મળે છે. આ રીતે કુલ ડેટા 168 જીબી મળે છે. તેમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ સિવાય પ્રાઇમ વીડિયોની મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, Airtel Xstream પ્રીમિયમ, ફ્રી હેલોટ્યૂન્સ, વિંક મ્યૂઝિક જેવી સુવિધાઓ આપવામાં આવે છે. 

આ પણ વાંચોઃ Ambaji breaking: પાન્સા ગામની હદમાં ઉભેલી સ્કોર્પિયો કારમાં આગ ભડકી, કારના માલિકની શોધ ચાલુ

Vodafone Idea નો 595 રૂપિયાનો પ્લાન(Best 56 days prepaid plan)
વોડાફોન-આઈડિયાના આ પ્લાનની કિંમત અને સુવિધા બંને જીયો જેવી છે. Vi ના આ પ્લાનમાં 56 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા (કુલ 112 જીબી) મળે છે. આ સાથે બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. કંપની ગ્રાહકોને વીકેન્ડ ડેટા રોલઓવર, બિંજ ઓલ નાઇટ અને Vi Movies & TV Classic એક્સેસની સાથે ZEE5 premium ની એક વર્ષની મેમ્બરશીપ મળે છે. 

Whatsapp Join Banner Guj