RTPCR test

Ambaji RTPCR test: અંબાજીમાં કોરોનાના RTPCR ટેસ્ટના સેમ્પલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

Ambaji RTPCR test: અંબાજીમાં ઇન્ડિયન રેડ્ક્રોસ્ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ અને આરોગ્ય વિભાગના સયુંક્તપણે કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટના સેમ્પલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૬ નવેમ્બર:
Ambaji RTPCR test: કોરોના ની બીજી લહેર બાદ ત્રીજી લહેર આવશે તેવી ગણના ને લઈ સરકારી તંત્ર સજ્જ બન્યું છે એટલુંજ નહીં હાલ માં ફરી રાજ્ય ના કેટલાક વિસ્તારો માં કોરોનાના પોઝેટીવ કેસો જોવા મળી રહ્યા છે ત્યારે એક તરફ વધુ માં વધુ રસીકરણ થાય તેવા પ્રયાસો કરી રહી છે ત્યારે શક્તિપીઠ અંબાજી માં પણ યાત્રિકો નો સતત ઘસારો જોવા મળતો હોય છે

ત્યારે સાવચેતી ના પગલાં રૂપે ઇન્ડિયન રેડ્ક્રોસ્ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ અને આરોગ્ય વિભાગ ના સયુક્તપણે કોરોના ના RTPCR ટેસ્ટ ના સેમ્પલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સંપૂર્ણ સહયોગ થી આ તમામ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવી રહ્યા છે હાલ તબક્કે રોજિંદા 30 જેટલા કોરોના ના આરટીપીસીઆર ટેસ્ટ સેમ્પલ લઈ પાલનપુર ની બનાસ મેડિકલ માં કોરોના ની ખરાઈ માટે મોકલવામાં આવે છે

Ambaji RTPCR test

ત્યારે હાલ માં સરકાર ત્રીજા બુસ્ટર ડોઝ માટે ની પણ તૈયારીઓ આરંભવા જઈ રહી છે ત્યારે કોરોના ફરી થી માથું ન ઊંચકે તે માટે લોકો ને સરકારી ગાઈડ લાઈન નું પાલન કરવા સાથે જ્યાં પણ કોરોના ના ટેસ્ટિંગ ના સેમ્પલિંગ થતા હોય ત્યાં ટેસ્ટ રિપોર્ટ કરાવી સુરક્ષિત થઈ જવા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના તાલુકા પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો…Girls are more than boys in India: ભારતમાં પહેલી વખત છોકરાઓની સંખ્યા છોકરાઓ કરતા વધુ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj