Garba girl 1

Guidelines For Navratri: નવરાત્રી માટે પોલીસએ ગાઇડલાઇન બહાર પાડી, જાણો શું કહેવામાં આવ્યું…

Guidelines For Navratri: આ વર્ષે 50 પાર્ટી પ્લોટ-ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 07 ઓક્ટોબરઃ Guidelines For Navratri: અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. ગરબા આયોજકોએ ખેલૈયા માટે વીમા પોલિસી લેવા પડશે એવી ખાસ સૂચના આપવામાં આવી છે તો સાથે-સાથે જ ફાયરસેફ્ટી, સીસીટીવી, પાર્કિંગ પણ ફરજિયાત આપવુ પડશે. રસ્તા પર કોઈએ પાર્કિંગ બનાવવું નહીં. શહેરમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ-ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.

ચાલુ વર્ષે અમદાવાદના લગભગ 50 પાર્ટી પ્લોટ ઉપરાંત ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાના આયોજનો થઈ રહ્યા છે. ગત વર્ષે 42 સ્થળે આયોજન થયા હતાં. જેમાં આ વર્ષે વધારો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની અનુમતિ આપવામાં આવી છે.

હૃદયરોગના હુમલાને પહોંચી વળવા ખાસ પ્રકારનું આયોજન…

છેલ્લા 1 મહિનામાં ગરબા રમતા યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવી ઘટનાને ધ્યાનમાં લઈને ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 8 કોર્પોરેશન 157 નગરપાલિકાને પણ હાર્ટ એટેકની ઘટના રોકવા માટેની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો… Vibrant Gujarat Global Summit-2024: નવી દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્સ-હેડ ઓફ ધી મિશન સાથે મુખ્યમંત્રીની બેઠક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો