Saurav chauhan image

IPL mega auction 2022: અમદાવાદના સૌરવ ચૌહાણ ક્રિકેટરની બેસ પ્રાઈઝ 20 લાખ

IPL mega auction 2022: ગુજરાતના યુવા ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ….

અમદાવાદ, ૦૩ ફેબ્રુઆરી: IPL mega auction 2022: વિશ્વની સૌથી લોકપ્રિય ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL) 2022 માટે બેંગ્લોર ખાતે આગામી તારીખ 12 અને 13 ફેબ્રુઆરીના રોજ ખેલાડીઓ માટે મેગા ઓક્શન યોજાશે જેમાં દેશ-વિદેશના કુલ 590 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. જેમાં અમદાવાદના સૌરવ ચૌહાણ સહિતના ગુજરાતના કેટલાય ક્રિકેટરો પર બોલી લાગશે.

અમદાવાદના ક્રિકેટર સૌરવ ચૌહાણની બેસ પ્રાઈઝ 20 લાખ રાખવામાં આવી છે જ્યારે બીજા ગુજરાતના પ્રિયાંક પંચાલ, ઉર્વીલ પટેલ, ચિરાગ ગાંધી સહિતના ખેલાડીઓને બેસ પ્રાઈઝ 20 લાખ નક્કી કરવામાં આવી છે. ભાવનગરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડાબેરી બોલર ચેતન સાકરીયાને 50 લાખની પ્રારંભિક કિંમત સાથે, શેલ્ડન જેક્સનને 30 લાખ સાથે હાર્દિક દેસાઈ, તરંગ ગોહેલ અને યુવરાજસિંહ ચુડાસમાને 20 લાખની પ્રારંભિક કિંમત સાથે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

Saurav Chauhan

આઈપીએલની ગત સિઝનમાં ભાવનગરના ચેતન સાકરીયાને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.20 કરોડમાં ખરીદ્યો હતો અને ચેતન સાકરીયા એ સમગ્ર ટુર્નામેન્ટમાં યાદગાર બોલિંગ નું પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત શેલ્ડન જેક્સને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આઈપીએલમાં જે 590 ખેલાડીઓની હરાજી થવાની છે તેમાં સૌરાષ્ટ્રના 10 ક્રિકેટરોને તક આપવામાં આવી છે જે પૈકી 5 ભાવનગરના છે. ભાવનગરના આ પાંચ ખેલાડીઓ ઉપરાંત સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સમર્થ વ્યાસ, પ્રેરક માંકડને હરાજીના લિસ્ટમાં સમાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ATS made a big revelation in Dhandhuka case: કિશન હત્યા કેસને લઇ પ્રેસ કોન્ફોરન્સમાં ATS કર્યો મોટો ખુલાસો

નોંધનીય છે કે, આ વર્ષે IPLનું મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં થશે. મંગળવારે BCCIએ 590 ખેલાડીની લિસ્ટ બહાર પાડવામાં આવી છે. આ ખેલાડીઓમાં 355 અનકેપ્ડ પ્લેયર્સ અને 228 કેપ્ડ પ્લેયર્સ સામેલ થશે. તેવામાં 2 દિવસ સુધી ચાલતા આ મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે, વળી 7 એસોસિએટ દેશના ખેલાડી પણ ઓક્શનનો ભાગ રહેશે. તમને જણાવી દઈએ કે આમાં કુલ 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડી ભાગ લેવા જઈ રહ્યા છે.

Gujarati banner 01