Dhandhuka Murder Case Update

ATS made a big revelation in Dhandhuka case: કિશન હત્યા કેસને લઇ પ્રેસ કોન્ફોરન્સમાં ATS કર્યો મોટો ખુલાસો

ATS made a big revelation in Dhandhuka case: દિલ્હીથી ઝડપાયેલો મૌલાના કમરગની અને આરોપી શબ્બીરની મુલાકાત અમદાવાદમાં જ થઇ હતી

અમદાવાદ, 03 ફેબ્રુઆરીઃ ATS made a big revelation in Dhandhuka case: ધંધુકામાં રહેતા કિશન ભરવાડની હત્યા બાદ આ મામલે રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. આ હત્યા કેસને સમજી વિચારીને યોજનારુ કાવતરુ ગણાવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આ મામલે બે મૌલાના સહિત 10 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મૌલાના કમરગની ઉસમાની અને મૌલાના ઐયુબની પૂછપરછમાં નવી વાતો સામે આવી રહી છે. હાલ આ મામલે ATSની ટીમ તપાસ હાથ ધરી છે.

ત્યારે જાણવા મળ્યુ છે કે કમરગનીએ  જે TFI નામનું સંગઠન બનાવ્યુ હતું તેનું લખનઉથી રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. દેશભરમાં સંગઠન દ્વારા સભ્યો બનાવીને રોજનો એક રુપિયો દાનમાં લેવાય છે.  ATSની તપાસમાં TFIના બે એકાઉન્ટ હોવાનું સામે આવ્યુ છે. જો કે આ મામલે કમરગનીની બેવડી નીતિ સામે આવી રહી છે. કમરગનીનું કહેવુ છે કે તેણે કાયદેસર લડવાની સલાહ આપવા માટે તેણે સંગઠન ઉભુ કર્યુ હોવાનું રટણ કરી રહ્યો છે. 

TFIના બેન્ક એકાઉન્ટમાં નાણાકીય વ્યવહારો અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છે. બેંકના નાણાકીય વ્યવહારોની તપાસ કેન્દ્રીય એજન્સીઓ પણ કરી રહી છે. જો કે મહત્વની વાત એ છે કે દિલ્હીથી ઝડપાયેલો મૌલાના કમરગની અને આરોપી શબ્બીરની મુલાકાત અમદાવાદમાં જ થઇ હતી. શાહઆલમની મોટી મસ્જિદમાં બંનેની મુલાકાત થઇ હતી. મહત્વનુ છે કે કિશન હત્યા કેસ મામલે અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે. વધુ પકડાયેલા 3 આરોપીઓને ગ્રામ્યકોર્ટમાં રજૂ કરવામાં આવશે

આ પણ વાંચોઃ Varanasi fake vaccine: નકલી કોરોના વેક્સિન અને ટેસ્ટિંગ કીટ બનાવતી ગેંગની ધરપકડ, પોલીસે 5 આરોપીઓની ઝડપ્યા

Gujarati banner 01