Heavy rain forecast in gujarat

Rain in Gujarat: અમદાવાદમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો

Rain in Gujarat: વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું

અમદાવાદ, 26 નવેમ્બરઃ Rain in Gujarat: ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યના અમદાવાદ શહેરમાં પણ જોરદાર વરસાદ તૂટી પડ્યો છે. રાજકોટ અને મોરબીમાં તો રોડ ઉપર બરફ જામી જતા શિમલા-મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ

અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ હતું. જે બાદમાં નરોડા, નિકોલ, વાડજ, ઉસ્માનપુરા, શાહીબાગમાં વરસાદ પડ્યો હતો. વરસાદી વાતાવરણના કારણે કેટલાક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સાથે જ આંબાવાડી, વસ્ત્રાપુર, નહેરુનગર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો… CM Bhupendra Patel: મુખ્યમંત્રી નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ લેવલ ડેલીગેશને યામાનાશી ગવર્નર સાથે બેઠક કર્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો