Rain

Unseasonal rain forecast in gujarat: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અમૂક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી, જાણો શું છે કારણ…

Unseasonal rain forecast in gujarat: બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ, 05 ડીસેમ્બર: Unseasonal rain forecast in gujarat: રાજકોટ સહિત રાજયમાં આજે સવારથી ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સવારનું તાપમાન ગગડયું છે. તો સાથો સાથ આવતા સપ્તાહની શરૂઆતમાં એટલે કે તા.11થી 13 ડિસેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર-ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠું થવાની શકયતા પણ રાજય હવામાન કચેરીએ દર્શાવી છે.

આ વર્ષે પણ 100 ટકાથી 150 ટકા વરસાદ વરસતા રવિ (શીયાળુ) પાકનું વાવેતર વિપુલ પ્રમાણમાં થવા પામ્યું છે. ધાણા- ઘઉં, ચણા તેમજ જીરૂ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ હોય તુવેર, એરંડી, કપાસ પણ મોટા હીસ્સાઓમાં પાક ઉભો છે ત્યારે આગામી દિવસોમાં માવઠાના માઠા સમાચાર મળી રહ્યા છે.

તા.11-12-13 ડીસેમ્બરના વાતાવરણમાં પલ્ટો આવશે અને માવઠા રૂપી વરસાદ પડશે તેવી શકયતાઓ ઉભી થવા પામી છે. જુનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના પણ જણાવ્યા મુજબ 10 ડીસેમ્બરની આજુબાજુ પાસે કેટલાક અરબી સમુદ્રમાં લોપ્રેસર થશે

જે આગળ જતા ઉત્તર પશ્ચીમ તરફ સાઈકલોન સરકયુલેશનમાં ગતી ફરશે જેના ભાગરૂપે 11-12-13 ડીસેમ્બરના ગુજરાત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવી શકે છે અને કમૌસમી વરસાદ પડશે તેમા પણ રાજકોટ તરફ વધુ શકયતા દર્શાવવામાં આવી છે.

દરમ્યાન રાજકોટ સહિત રાજયમાં આજે સવારે ફરી તાપમાનનો પારો ગગડતા લોકોએ તીવ્ર ઠંડીનો અહેસાસ કર્યો હતો. ખાસ કરીને આજે સવારે રાજકોટમાં 7 કી.મી. ઠંડો પવન ફુંકાવા સાથે લઘુતમ તાપમાન 14 ડિગ્રી થઈ જતા નગરજનોએ શિતલહેર સાથે તિવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો.

આ પણ વાંચો: Madhu srivastava targets BJP: મધુ શ્રીવાસ્તવે ભાજપ પર લગાવ્યો આક્ષેપ, કહ્યું- મેં 300 કરોડનું…

Gujarati banner 01