Secretariat

Who new C S of the state: કોના શિરે રહેશે રાજ્યના મુખ્ય સચિવનો તાજ? આ નામોની થઈ રહી છે ચર્ચા

Who new C S of the state: 31 જાન્યુઆરીએ આ બંને અધિકારીઓના એક્સટેન્શન પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે નવા નવા મુખ્ય સચિવ કોણ થશે તે અંગેની ચર્ચાએ વેગ પકડ્યો છે. 

ગાંધીનગર, 06 જાન્યુઆરી: Who new C S of the state: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર અને પોલીસ વડા આશિષ ભાડિયાને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જો કે હવે 31 જાન્યુઆરીએ આ બંને અધિકારીઓનું એક્સટેન્શન પૂર્ણ થવાનું છે. ત્યારે હવે નવા મુખ્ય સચિવ કોણ થશે તે અંગે ચર્ચાના માહોલ ગરમાયો છે. 

IAS અધિકારી રાજકુમારનું નામ આગળ

મીડિયા રિપોર્ટની માનીએ તો હાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને 1987 બેન્ચના IAS અધિકારી એવા રાજકુમારનું નામ મુખ્ય સચિવ તરીકે રેસમાં આગળ ચાલી રહ્યું છે. આપણે જણાવી દઈએ કે જ્યારે મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની પસંદગી કરાઈ હતી ત્યારે રાજકુમારને કેન્દ્ર સરકારના ડેપ્યુટેશનમાંથી ફરી ગુજરાત સરકારમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે એવી ચર્ચા હતી કે પંકજકુમારને એક્સટેન્શન નહીં આપી તેમના સ્થાને રાજકુમારને મુખ્ય સચિવની જવાબદારી સોંપશે. જોકે વિધાનસભાની ચૂંટણીના કારણે પંકજ કુમારને એક્સટેન્શન મળી ગયું હતું. બીજું નામ 1988 બેચના મહિલા IAS અધિકારી એસ. અપર્ણાનું પણ ચાલી રહ્યું છે. તેઓ હાલ ભારત સરકારમાં ડેપ્યુટેશન પર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો મહિલા મુખ્ય સચિવ બનાવવાના થાય તો એસ. અપર્ણાના નામની પહેલી પસંદગી કરવામાં આવશે. 

IAS એસ. અપર્ણા, IAS મુકેશપુરી સહિત અન્ય બેના નામની પણ ચર્ચા

બીજી તરફ સૂત્રો મુજબ, વર્ષ 1988 બેચના IAS અધિકારી મુકેશપુરીનું નામ પણ મુખ્ય સચિવ પદની રેસમાં આગળ છે. મુકેશ પુરી હાલ ખેતી-પશુપાલન વિભાગમાં અધિક સચિવ છે. જ્યારે સિનિયોરિટી પ્રમાણે વિપુલ મિત્ર અને બીબીસ્વેન પણ મુખ્ય સચિવની રેસમાં જોવા મળી રહ્યા છે. જોકે હવે રાજ્યના મુખ્ય સચિવના તાજ કોના શિરે જાય તે જોવાનું રહેશે. નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પગલે રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. 31 જાન્યુઆરીએ આ બંને અધિકારીઓના એક્સટેન્શન પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે નવા નવા મુખ્ય સચિવ કોણ થશે તે અંગેની ચર્ચાએ વેગ પકડ્યો છે. 

આ પણ વાંચો:Snowy place in india: શું તમે પણ માણવા માંગો છો હિમવર્ષાનો આનંદ? આ સ્થળોની લો મુલાકાત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો