Banner Surendra Pandya 1

રાશિ ભવિષ્યઃ આજે જન્મેલા બાળકોની રાશિ વૃષભ રહેશે, વાંચો શું કહે છે તમારી રાશિ?

Banner Surendra Pandya 1

જ્યોતિષ ડેસ્ક,27 ડિસેમ્બરઃ આજે રવિ યોગ છે પરંતુ પ્રદોષ છે આથી કોઈ સારા કામો કરવા હોય તો ૫ મુઠ્ઠીભર ચોખા – ૧ નાળીયેર અને કાઈક રકમ શંકર મંદિરમાં દાન કરી શરૂ કરી શકાય. આજે જન્મેલા બાળકોની રાશી વ્રુષભ છે આથી નામ બ-વ-ઉ અક્ષર પરથી પાડી શકાય. આપની આજની રાશિ નીચે પ્રમાણે છે.

મેષ (અ-લ-ઈ) :જુના મિત્રો સાથે મુલાકાત થાય. દિવસ આનંદમા પસાર થાય. મહત્વના કામોમાં વેગ આવે. નોકરી ધંધામાં સફળતા રહે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે.

વ્રુષભ (બ-વ-ઉ): સગાસંબંધીઓ તથા મિત્ર વર્ગ તરફથી લાભ થાય. બહાર ખાવા પીવામાં ધ્યાન રાખવું. નોકરી ધંધામાં હરીફો તથા વિરોધીઓ નો ખ્યાલ રાખવો. પાચન શક્તિ નબળી રહે.

મિથુન (ક-છ-ધ) : જીવ ઉચક રહે કામકાજ ફરજીયાત કરવુ પડે. જીવને ચેન પડે નહી – ચીન્તા રહે પરંતુ સાન્જ પછી બધુ રેગ્યુલર થાય. મિત્રોની વચ્ચે રહેવાથી મન આનંદમાં રહે.

કર્ક (ડ-હ) : ધર પરિવાર મા વડીલોની તબીયત બગડે. પત્નીની સાથે મતભેદ રહે – ગ્રહસુષોભનની વસ્તુઓ ની ખરીદી થાય. મુસાફરી ના યોગો રહે અને મીત્રોને મળવાનું થાય અને છતાં પણ મન અશાંત રહે.

સિંહ (મ-ટ) : કાર્યસફળતા રહે તથા નોકરી ધંધામાં પણ પ્રગતિ ના યોગ છે. મિત્રોનાં તથા પાડોશીઓના કામો કરી શકો તથા મદદરૂપ થઈ શકો. સર્વત્ર આનંદનું વાતાવરણ ધરમા રહે.

કન્યા (પ-ઠ-ણ) : ડીસેમ્બર નો છેલ્લો રવિવાર કામકાજમાં તથા સર્વત્ર સાનુકૂળ રહે. સગા સંબંધી ઓ તથા મિત્રો ને મદદરૂપ થવાનો મોકો મળે. અને તેના તરફથી લાભ પણ મળે.

તુલા (ર-ત) : દિવસ દરમ્યાન કામકાજમાં વ્યસ્તતા રહે. મહત્વનુ કામ થાય અને કુટુંબમાં આનંદનું વાતાવરણ બને્ કોઈ મહત્વના સમાચાર વિદેષથી મળે. કુટુંબમાં દીકરા દીકરીઓ ના લગ્ન ની વાત આગળ ચાલે

વ્રશ્ચિક (ન-ય) : વાહન ચલાવતા સંભાળવું – કુટુંબમાં કામોમાં વ્યસ્તતા તથા ખર્ચની શક્યતાઓ રહે. મનને શાંત રાખી બહાર નીકળવું ઉચક જીવ ન રાખવો. ભાઈ બહેનોના ધરેથી ખરાબ સમાચાર મળે

whatsapp banner 1

ધન (ભ-ધ-ફ) : આજનો દિવસ કામકાજમાં પ્રગતિ કારક રહે. અચાનક મોટી આવક થાય. રેગ્યુલર આવક કરતાં વધુ બીજી આવક મળે. બહારગામ થી ખરાબ સમાચાર મળે – કુટુંબમાં દુઃખ નુ વાતાવરણ રહે.

મકર (ખ-જ) : નોકરીમાં પ્રમોશન તથા ધંધામાં વિકાસનો બેઝ તૈયાર થાય. ધરમાં નવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ની ખરીદી થાય. વડીલ વર્ગથી મતભેદ થાય. તથા ગુસ્સાની અસર પોતાની છાતી પર રહે.

કુભં (ગ-શ-સ) : કપડા તથા મોજશોખની વસ્તુઓ ખરીદાવાની શક્યતાઓ રહે. વડીલોની તબીયત જાળવવી. સર્વત્ર શાંતિ રાખવી. મહત્વનાં કામોમા વડીલોને કારણે સફળતા રહે.

મીન (દ-ચ-ઝ-થ) : આજના દિવસે અંગત કામકાજમાં તથા હરવા ફરવામાં જાળવવું. નહીતો હેરાનગતિ રહે. નોકરી ધંધામાં એકાગ્રતા રાખવી. શેર્સમા જો રોકાણ હોય તો આજે શેર્સ વેચી દેવા.

હસ્તરેખાશાસ્ત્ર : જે વ્યક્તિને અંગુઠાની બાજુમાં પ્રથમ આંગળીનો બીજો ભાગ પ્રથમ અને ત્રીજા ભાગ કરતા મોટો હોય તો આવી વ્યક્તિઓ દીવા સ્વપ્ના અથવા ખોટા આકાશ આંબવાના અને વ્યર્થ વિચારો કરતા હોય છે.

નોંધઃ જ્યોતિષ સંબંધિત કોઇ પ્રશ્નો હોય તો – ૯૪૨૯૮૯૩૨૫૯ – પુછી શકો છો.

આ પણ વાંચો…

રાષ્ટ્રપતિ કોવિંદ દીવની મુલાકાતે, કહ્યું-દીવ સાથેની પ્રવાસીય યાદ અને લોકોનો સ્નેહ મને અહીં ખેંચી લાવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *