Deesa BJP 2

બનાસકાંઠા ના ડીસા માં ચૂંટણી પહેલા 300 યુવાનો ભાજપ માં જોડાયા..

ધારાસભ્ય ની હાજરી માં આપ કાર્યકરો સહિત યુવાનો ભગવો ખેસ ધારણ કર્યો..

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા

બનાસકાંઠા, ૦૯ જાન્યુઆરી: બનાસકાંઠા ના ડીસા માં પાલિકાની ચૂંટણી પહેલા 300 યુવા કાર્યકરો ભાજપ માં પ્રવેશ કર્યો છે.ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ની આગેવાનીમાં કાર્યકરો ભાજપ નો ભગવો ખેસ ધારણ કર્યો છે.

Whatsapp Join Banner Guj

બનાસકાંઠા માં ડીસા,પાલનપુર અને ભાભર પાલિકા ની ટર્મ પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે અને ટુક સમય માં ચૂંટણી જાહેર થનાર છે ત્યારે ભાજપ પોતાની સત્તા હાંસલ કરવા અત્યારથી તનતોડ મહેનત શરૂ કરી છે અને વોર્ડ વાઇસ વોર્ડમાં પ્રભાવ ધરાવતા મહિલા પુરુષો ને ભાજપ માં લાવવા પ્રયત્ન હાથ ધર્યાછે તો ક્યાંક પાંચ વર્ષ માં થયેલ.વિકાસ ના કામો જોઈને પણ નગરજનો ભગવો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે ડીસા માં ભાજપ શાસિત પાલિકા સમય થયેલ વિકાસ જોઈને આપ પાર્ટીના કાર્યકરો સહિત 300 યુવાનો ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ની હાજરીમાં ભાજપ માં જોડાયા હતા. યુવાનો એ કહ્યું છે કે ધારાસભ્ય શશીકાંત પંડ્યાની આગેવાની હેઠળ ડીસા પાલિકામાં વિકાસ ના થયેલ કામો જોઈને ભાજપ માં જોડાયા છીએ અને ફરી ભાજપ ની સત્તા આવે જે માટે અમે મહેનત કરીશું.

Deesa BJP 3 edited

બનાસકાંઠા માં જેમજેમ ચૂંટણી નજીક આવશે તેમ પક્ષ પલટા શરૂ થઈ જશે પ્રથમ ચૂંટણી ટાણે ડીસા શરૂઆત થઈ છે અને આગામી ચૂંટણી નજીક આવતા હજુ પણ વધુ કાર્યકરો અને હોદેદારો બળવા સહિત પક્ષ પલટા કરતા જોવા મળશે..

આ પણ વાંચો….ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે વહેલી સવારે નિધન