vishnu210

નવા વર્ષની પહેલી એકાદશીઃ જાણો પોષ એકાદશીની તીથિ અને સમાપનનો સમય

vishnu210

ધર્મ ડેસ્ક, 09 જાન્યુઆરીઃ પોષ મહિનાના શુક્લ પક્ષની અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે 2021 માં સફલા એકાદશી નવ જાન્યુઆરીના રોજ શનિવારે આવી રહી છે. પોષ મહિનામાં પડવાને કારણે આને પોષ એકાદશી પણ કહે છે

આ દિવસે ભગવાન વિષ્ણૂની પૂજા કરવાનુ વિધાન છે. માન્યતા છે કે આ દિવસે વ્રત અને પૂજન કરવાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે.આ વ્રતને જે મનુષ્ય નિયમ અને સાચા હ્રદયથી કરે છે તેને સફળતા અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

Whatsapp Join Banner Guj

એકાદશી તિથિનો પારણનો સમય

  • એકાદશી તિથિની શરૂઆત 8 જાન્યુઆરી એટલે કે શુક્રવારે રાત્રે 9 વાગીને 40 મિનિટથી થશે અને તેનુ સમાપન – 9 જાન્યુઆરી 2021 એટલે શનિવારે રાત્રે 07 વાગીને 15 મિનિટે થશે.
  • જો તમે વ્રતના પારણ કરવા માંગતા હોય તો પારણનો સમય 10 જાન્યુઆરી એટલે કે દ્વાદશી તિથિના રોજ સવારે 7 વાગીને 15 મિનિટથી 9 વાગીને 21 મિનિટ સુધી કુલ 2 કલાકનો રહેશે.

આ પણ વાંચો…

રાજદ્રોહ કેસમાં કંગના થઈ હાજરઃ અભિનેત્રીએ કહ્યું- શા માટે મને ટોર્ચર કરવામાં આવી રહી છે?, જુઓ વીડિયો