Narmada Farmer

નર્મદાના 50 ખેડૂતોને પાક નુકશાની વળતર માટે ધરમના ધક્કા

ગુજરાત CM વિજય રૂપાણીને પણ ગ્રામજનોએ લેખિત ફરિયાદ કરી, CM ના નિવેડો લાવવાના લેખિત આદેશની પણ અવગણના

Narmada District Farmers Give Application for Crop Loss

નર્મદાનું સુલતાનપુરા ગામ ગરુડેશ્વર વિસ્તારમાં છે, પણ રેવન્યુને લગતી તમામ કામગીરી નાંદોદ તાલુકામાં થાય છે

  • રાજ્યના તમામ તાલુકાઓમાં પાક નુકશાની વળતર ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયું, પણ સુલતાનપુરા ગામના 50 ખેડૂતોના ખાતામાં પાક નુકશાની વળતર જમા થયુ નથી
  • નર્મદા જિલ્લા ના સુલતાનપુર ગામ ના ખેડૂતો ને ખેતી પાક ના નુકસસન ના વળતર ની રકમ હજુ દૂધી માડી નશી હોવાથી આજે ખેડૂતો એ કલેક્ટર નર્મદા ને આવેદન આપ્યું હતું

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૧૯ ડિસેમ્બર: ચોમાસાની ઋતુમાં અતિ ભારે વરસાદમાં ખેતીના પાકમાં મોટી નુકશાની થઈ હોય એવા ગુજરાતના ખેડૂતોને પાક નુકશાની વળતર ચૂકવવા સરકારે જાહેરાત કરી હતી.ગુજરાત રાજ્યના લગભગ 123 તાલુકાઓને પાક નુકશાની વળતર ચૂકવવા સરકારે નિર્ણય કર્યો હતો.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનો પણ એમાં સમાવેશ કરાયો હતો, તે છતાં નાંદોદ તાલુકાના સુલતાનપુરા 50 જેટલા ખેડૂતો નુકશાની વળતર મેળવવા છેલ્લા 1 મહિનાથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.

whatsapp banner 1

વળતર મુદ્દે રજુઆત કરવા નાંદોદ તાલુકાના સુલતાનપુરા ગામના ખેડૂતો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.નર્મદા કલેકટરને રજુઆત કરતા જણાવ્યું કે સુલતાનપુરા ગામ ગરુડેશ્વર તાલુકા વિસ્તારમાં આવેલું છે પણ જ્યારે નાંદોદ તાલુકા માંથી ગરુડેશ્વર તાલુકો અલગ થયો ત્યારે સુલતાનપુરા ગામનો સીમાડો નાંદોદ તાલુકામાં જ રહી ગયો, જેથી રેવન્યુને લગતી તમામ કામગીરી નાંદોદ તાલુકામાં જ થાય છે.7/12, 8(અ) ના ઉતારા મા પણ અમારું ગામ નાંદોદ તાલુકામાં બોલે છે, અમને વળતર મળવું જ જોઈએ.ગુજરાતના CM વિજય રૂપાણીને પણ અમે લેખિત ફરિયાદ કરી, CM એ નિવેડો લાવવા લેખિત આદેશ કર્યો તો એની પણ અવગણના થઈ રહી છે.

Narmada District Farmers Give Application for Crop Loss

નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારીને અમને એમ કહ્યું કે નાંદોદ ટીડીઓ એપ્રુઅલ આપે તો તમારા ખાતામાં વળતર જમા થાય.નાંદોદ ટીડીઓ અમને એમ કહે છે કે તમે ગરુડેશ્વર તાલુકામાં આવો છો, ગરુડેશ્વર ટીડીઓ કહે છે કે તમારું રેવન્યુ તો નાંદોદ તાલુકામાં બોલે છે.સરકારી દસ્તાવેજની ભૂલને લીધે અમે છેલ્લા 1 મહિનાથી વળતર મેળવવા સરકારી કચેરીઓના આંટા ફેરા મારી રહ્યા છીએ.જો અમને ન્યાય નહિ મળે તો અમે આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *