image 1

ઘ ઇમેજનરી લવ: પૂજા શ્રીમાળી

Pooja shrimali

પ્રેમ કરુણા દયા લાગણી આ બધું જીવન નું ચાલકબળ છે.પ્રેમએ દરેક વ્યક્તિના જીવનમાં ખુબ જરૂરી છેતેના વિના વ્યક્તિનું વ્યક્તિત્વ અધૂરું છે.પ્રેમ શબ્દ સાંભળતા જ દરેક વ્યક્તિ ના મુખ પર એક અલગ જ પ્રકાર નું સ્મિત આવી જતું હોય છે.દુનિયા માં ઘણા અલગ અલગ પ્રકાર ના માણસો છે અને આ અલગ અલગ પ્રકાર ના માણસો માં પણ અલગ અલગ પ્રકાર ના પ્રેમ હોય છે.દરેક વ્યક્તિ ની પ્રેમ ની પોતાની અલગ પરિભાષા હોય છે.

દરેક વ્યક્તિ ને પ્રેમ મહેસૂસ કરવાની જોવાની અને સમજવાની પોતાની આગવી રીતહોય છે.તો આજે આપણે આજ ના સમય માં દરેકે અનુભવેલા એક ખૂબ જ અલગ પ્રકાર ના પ્રેમ વિશે વાત કરીશું.આત્યાર નો આસમય એવું કહી સકાય કે સંપૂર્ણ ટેકનોલોજી ઉપર નિર્ભર છે. ટેકનોલોજીએ આપણા જીવન ને ખુબ સહેલું બનાવી દીધું છે.

આ સમય માં સાચા પ્રેમ નો અનુભવ થવો કે ઓળખવો એટલો જ મુશ્કેલ છે, જેટલું મુશ્કેલ સ્કૂલમાં ભણતા બાળકો ને બપોરે લંચ કર્યા બાદ સમાજવિદ્યાના વિષય માં આવતા રાજાઓ ના નામ ની સાથે વર્ષો પ્રમાણે  કરેલા કામો ને યાદ રાખવા.તેથી આપણે સાચા પ્રેમ ની ચર્ચા ને બાજુ માં જ રાખીએ તો સારું છે.સાચા પ્રેમ ને બાજુ માં મૂકવા નો મતલબ એ નથી કેખોટા પ્રેમની વાત કરું પણ એકએવો પ્રેમકેજેમાં રિયાલિટી ઓછી અનેકલ્પનાઓ ખુબ જ હોય એવા કાલ્પનિક પ્રેમ એટલે કે “ઈમેજનરી લવ” ની વાત કરવી છેશરીરના એક ખૂણામાં વર્ષોથી પડેલ દિલમાં જાણે ગલગલિયાથતા હોય એમ હરખાયા કરે.અને આપડા સાહેબ પછી બજાર માંથી મસ્ત બ્રાન્ડેડ શર્ટપેન્ટ પકડી લાવશે અને અલગ અલગપોઝ આપી આપી ને ફોટો શૂટ કરાવશે.ફોટો શૂટ કરે વાંધોએનો નથી, પણ કેમેરામેન ઘરના જ કોઈ નસીબ ફૂટલા ને બનાવશે,કાં તો પછી અમુ ભાઈબંધો શું કામ ના બીજી બાજુ આપડા મેડમ હા મેડમ ઓછા નથી હોતા.કુતરા નું ગલુડિયું જેમ મોડાના એક બાજુ જીભડી કાડતું હોય એમ  જીભડી કાડી ને,નહી તો બોલીવુડ ની પ્રીતિ ઝિન્ટા ના જેમ ડિમ્પલ પાડીને ફોટા પાડશે લવ તો સાહેબ અને મેડમ ને જ થાય,પણ સાલુ આખું ઘર ગાંડુ કરી  મૂકે થોડા આગળ વધીએ તો એક બીજા ના ફોઈ બા બનવું તો પડે જ ને. સમજ્યા કે નઈ?, જી હા, જાનું ચીકુ દીકુ બકુ એવા  સાહેબ એમના મેડમનું અને મેડમ એમના સાહેબ નું નામકરણ કરશે. આખા દિવસ દરમિયાન એમનો એક જ ધંધો હોય છે,મેડમ ઘર નું કામ કરતા હોય કે  પછી કંઇક નાની મોટી નોકરી  કરતા હોય અને સાંજે ઘરનાબધા બેઠા હોય તોય  ફોન તો હાથ માં ને હાથ માંજ.બીજી બાજુ સાહેબ પણ જોબ પર હોય કે મિત્રો સાથે કે પછી રાત્રે ઘરે બધા સાથે બેઠા હોય તોય એમના ફોન તો હાથ માં જ હોય. આખો દિવસ ચેટીંગ ચેટીંગ જ રમ્યા કરવાનું. રાત્રે પણ મોડા સુધી આજ ધંધો હોય, અને દિમાગ તો એવું ચલાવે કે જાણે એમના થી હોશિયાર બીજું કોઈ ના હોય.

image 1

બીજા લોકો ને ખબર ના પડે  એટલે ખરી ગરમી માં પણ બ્લેંકેટ આખો ઓઢી ને અડધી રાત સુધીવાતો કરવાની.કદાચ અડધી રાત પણ ઓછી કહી હશે. સામે વાળી પાર્ટી જો વધારે નજીકના ડિસ્ટન્સ માં રહેતી હોય તો રોજ અને જો થોરું ડિસ્ટન્સ હોય તો વિક્લી એક વાર અને જો  વધારે ડિસ્ટન્સ હોયતો મહિને દોઢ મહિને એક વાર મળવાનું પ્લાનિંગ કરેલું હોય. થોડાજ સમયમાં એક બીજા ની સાથે આખી જિંદગી જીવવા ના સપના જોઈ લે,નહિ તો સાથે જીવવા મારવા ની કસમોખાઈ લીધી હોય છેઆખો દિવસ વાતો કરી કરીને એક બીજાની એકેય વાત શેર કરવાની બાકી ના રાખી હોય.જો વાત રિસવાની આવે તો પ્રસંગે રિસાયેલા સગા ને પણ ખૂબ પાછળ મૂકી આવે એવી નાની નાની વાતો માં રિસામણા આવી જતા હોય છે.સિચ્યુએશન ના હિસાબ થીવોટસએપઅને ફેસબુક ના એકાઉન્ટમાં સ્ટેટસ અને પોસ્ટ મુકી ને બધાયને  હેરાન કરી મૂકે. બંને પ્રેમી પંખીડાનેતો જાણે આખા આકાશ માં ઉડવા માટે પાંખો મળી ગઈ હોય  એવું જ  લાગતું હોય છે ધીરેધીરે આ પ્રકિયા રેગ્યુલર થઈ જાય છે અને પછી  એક બીજા ની ટેવ પડી જતી હોય છે. દિવસ રાત વાતો કરી કરીને ને દરેક બાબત ના ભવિષ્ય ના બઉ બધા સપનાઓ અને કલ્પનાઓ કરી લીધી હોય છે. બંન્ને આવી કલ્પનાઓ ના વાદળ થી ઘેરાય ને એક અલગ જ  દુનિયામાં જીવતા હોય છે જેમાં કાલ્પનિક વિચારો સિવાય  બીજું કંઈ હોતું નથી.સાહેબ મેડમને તો એવું  જ લાગતું હોય છે, કે એક બીજા ને ખુબ લવ કરે છે એટલે રહી નહિ શકતા.પણ એવું કંઈ હોતું  નથી

image 2

શરીર ના એક  ખૂણા માં વર્ષો થી પડેલ દિલ માં જાણે  ગલ ગલિયા  થતા હોય એમ હરખાયા કરે. અને આપડા સાહેબ પછી બજાર માંથી મસ્ત બ્રાન્ડેડ શર્ટ પેન્ટ પકડી લાવશે અને અલગ અલગ પોઝ આપી આપી ને ફોટો શૂટ કરાવશે.ફોટો શૂટ કરે વાંધો એનો નથી, પણ કેમેરા મેન ઘર ના જકોઈ નસીબ ફૂટલા ને બનાવશે,કાં તો પછી અમુ ભાઈબંધો શું કામ ના બીજી બાજુ આપડા મેડમહા મેડમ ઓછા નથી હોતા.કુતરા નું ગલુડિયું જેમ મોડા ના એક બાજુ જીભડી કાડતું હોય એમ  જીભડી કાડી ને,નહી તો બોલીવુડ ની પ્રીતિ ઝિન્ટા ના જેમ ડિમ્પલ પાડીને ફોટા પાડશે.લવ તો સાહેબ અને  મેડમ ને જ થાય, પણ સાલુ આખું ઘર ગાંડુ કરી મૂકે.

થોડા આગળ વધીએ તો એક બીજા ના ફોઈ બા બનવું તો પડે જ ને.સમજ્યા કે નઈ?,જી હા,જાનુંચીકુ દીકુ બકુ  એવા સાહેબ એમના મેડમ નું અને મેડમ એમના સાહેબ નું નામકરણ કરશે.આખા દિવસ દરમિયાનએમનો એક જ ધંધો  હોય છે,મેડમ ઘર નું કામ કરતા હોય કે પછી કંઇક નાની મોટી નોકરી કરતા  હોય અને સાંજે ઘર ના બધા બેઠા હોય તોય ફોન તો હાથ માં ને હાથમાં  જ. બીજી બાજુ સાહેબ પણ જોબ પર હોય કે મિત્રો સાથે કે પછી રાત્રે ઘરે બધા સાથે બેઠા હોય તોય એમના ફોન તો હાથ માં જ હોય. આખો દિવસ ચેટીંગ ચેટીંગ જ રમ્યા કરવાનું. રાત્રે પણ મોડા સુધી આજ ધંધો હોય, અને દિમાગ તો એવું ચલાવે કે જાણે  એમના થી હોશિયાર બીજું કોઈ  ના હોય.બીજા લોકો ને ખબર ના પડે  એટલે ખરી ગરમી માં પણ બ્લેંકેટ આખો ઓઢી ને અડધી રાતસુધી વાતો કરવાની.કદાચ અડધી રાત પણ ઓછી  કહી હશે. સામે વાળી પાર્ટી જો વધારે નજીક ના ડિસ્ટન્સ માં રહેતી હોય તો રોજ અને જો થોરું ડિસ્ટન્સ હોય તો વિક્લી એક વાર અનેજો વધારે ડિસ્ટન્સ  હોય તો મહિને દોઢ મહિને એક વાર મળવાનું પ્લાનિંગ કરેલું હોય.થોડા જ સમય માં એક બીજા ની સાથે આખી જિંદગી   જીવવા ના સપના જોઈ લે,નહિ  તો સાથે જીવવા મારવા ની કસમો ખાઈ લીધી હોય છે

image 3

આખો દિવસ વાતો કરી કરીને એક બીજાની એકેય વાત શેર કરવાની બાકી ના રાખી હોય.જો વાત રિસવાની આવે તો પ્રસંગે રિસાયેલા સગા ને પણ ખૂબ પાછળ મૂકી આવે એવી નાની નાની વાતો માં રિસામણા આવી જતા હોય છે.સિચ્યુએશન ના હિસાબ થી વોટસએપ અને ફેસબુક ના એકાઉન્ટ માં સ્ટેટસ અને પોસ્ટ મુકી ને બધાય ને હેરાન કરી મૂકે. બંને પ્રેમી પંખીડા ને તો જાણે આખા આકાશ માં ઉડવા માટે પાંખો મળી ગઈ હોય એવું જ લાગતું હોય છે.ધીરે ધીરે આ પ્રકિયા રેગ્યુલર થઈ જાય છે અને પછી એક બીજાની ટેવ પડી જતી હોય છે . દિવસ રાત વાતો કરી  કરીને ને દરેક બાબત ના ભવિષ્ય ના બઉ બધા સપનાઓ અને કલ્પનાઓ કરી લીધી  હોય  છે. બંન્ને આવી કલ્પનાઓ ના વાદળ થી ઘેરાય ને એક અલગ જ દુનિયા માં જીવતા હોય છે  જેમાં કાલ્પનિક વિચારો સિવાય બીજું કંઈ હોતું નથી.સાહેબ મેડમ ને તો એવું જ લાગતું હોય છે, કે એક બીજા ને ખુબ લવ કરે છે એટલે રહી નહિ શકતા. પણ એવું કંઈ હોતું નથી,

સાઈન્ટિફિકલી રીતે એ એક પ્રકાર નુ એડિક્સન એટલે કે ખોટી ટેવ બની જતી હોય છે.બંનેને ફક્ત એટલી જ ઈચ્છા હોય છે કે સામે વાળી પાર્ટી ફકત ને ફકત એનો પૂરેપૂરો સમય મને જ આપે. ફ્રેન્ડ,ઘરના કે પછી અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે જો થોડો ટાઈમ પણ સ્પેન્ડ કરી લે તો જાણે એણે દુનિયા નો સૌથી મોટો ગુનો કરી નાખ્યો હોય એમ વર્તન કરે.અને આ બાબત માં બંન્ને બીજા લોકો ને બઉ સારી સારી સલાહો આપે, પણ જ્યારે પોતાની બાબત માં આવું થાય ત્યારે ના ચાલે, એટલે કે આપડી ગુજરાતી  કહેવત છે  કે  “ડાઈ સાસરે ના જાયઅને ગાંડી ને શિખામણ આપે”   એ અહિયા  ખૂબ જ સારી રીતે સાચી સાબિત થઈ જાય.અને પછી સમય જેમ જેમ આગળ વધે તેમ તેમ એમની આ બાબતો રેગ્યુલર થઈ જાય છે,એટલે કે એક એવી દુનિયા માં જીવતા હોય છે કે જેમાં આપડા સાહેબ અને મેડમ ને ઘર ના,મિત્રવર્ગ ,સંગા સંબધીઓ કે અન્ય કોઈ વ્યક્તિ નીજરૂર રહેતી નથી.પણ સાચી હકીકત એ છે   કે જો આખું જીવન ફકત એક  બે વ્યક્તિ સાથે જ  પૂર્ણ થઈ જતું હોય તો સમાજ માં અલગ અલગ  પ્રકાર ના સંબધો નું સર્જન જ શું કામ થયું હોતઆ લોકો એ બાબત ભૂલી જતા હોય છે, કે જીવન સારી રીતે  હર્ષલ્લાસપૂર્વક જીવવા  માટે દરેક સંબધ ને સાથે લઈને આગળ વધવું પડે છે, અને સાથે સાથે એ પણ ધ્યાન માં રાખવું પડે છે, કે દરેક સબંધ નું પોતાનું એક આગવું મહત્વ હોય છે.

 શરૂઆત માં તો  બંને એકબીજા માટે નવા હોય છે એટલે એકબીજા ની અવનવી બાબતો જાણવાનો ઉમંગ હોય છે. એક બીજા ના પ્રત્યે ના આકર્ષણ ના કારણે વધારે ને વધારે એકબીજા સાથે સંપર્ક માં રહેવાનું ગમતું હોય છે.પણ જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ આ બાબત માં બદલાવ આવતો જાય છે. ધીરે ધીરે જે ઉત્સાહ પહેલા હતો,એ ઓછો થતો જાય છે , કેમ કે એમની જે દુનિયા હોય છે, એમાં બીજા કોઈને કોઈ સ્થાન હોતું નથી અને આખરે સંબધમાં  અમુકબાબતો ને લઈને ઝગડાઓ ની શરૂઆત થવી,એકબીજા થી થોડા થોડા કંટાળા નો અનુભવ થવા લાગે છે.જિંદગીની જવાબદારીઓ માં બંધાઈ જતા એ લોકો એકબીજા ને જે પહેલા આખો દિવસ સમય આપી શકતા હતા એ હવે આપી નથી શકતા એટલે એકબીજા સામે એ બાબત ને લઈને ફરિયાદો  ની શરૂઆત થતી હોય છે. એકબીજા માં પહેલા પહેલા સારી બાબતો દેખાતી હતી એ પાછળ થી ખોટી દેખાવા લાગે છે. એકબીજા ની અપેક્ષાઓ ને પહેલા ની જેમ  પૂરી કરવા માં નિષ્ફળ જતાં હોય છે. જાણે અજાણે એકબીજાને ની અપેક્ષાઓ, મહત્વાકાંક્ષાઓ અને લાગણી ઓ ને  ઠેસ પહોંચે છે.   

image 4

આખરે આવી પરિસ્થિતિ માં કેટલાય સંબધો નો અંત આવી જતો હોય છે.

એમનું જીવન હવેકાલ્પનિક દુનિયા ની બહાર સંઘર્ષ અને જવાબદારી થી ભરેલ રિયલ લાઇફ માં આવેછે.ઘણાસમય ની સાથે પાછા સેટ થઇ જાય છે અને અમુક કે જે સેટ નથી થઈ શકતાએ લોકો ના ભરવાના પગલાં ભરી ને ઘરના તથા અન્ય લોકો ને પણ મુશ્કેલી માં મૂકી દે છે. હવે બીજી બાજુ જે લોકો  ના આવા સંબધો નો અંત નથી આવતો એ લોકો આગળ વધતા જાય છેઘર ના લોકો ને પરાણે કે પ્રેમ થી મનાવી ને એકબીજા ના જીવન સાથી બની જાય છે,અને જો ઘર ના લોકો ના માને તો એ એમની રીતે રસ્તો કરી લે છે.પણ આવી બાબતો માં પણ પિકચર તો આગળની બાબત જેવુ, એટલે કે સંઘર્ષ અને જવાબદારી થી ભરેલ રિયલ લાઇફ વાળુ આવી જતું હોય છે.એમાં થી કેટલાક સેટ થાય અને કેટલાક ની બાબત માં રીલેશનશીપ નો ધ એન્ડ થઈ જતો હોય છે. એવું પણ નથી કે દરેક નું રીઝલ્ટ આજ હોય છે,કેટલાક સમજદાર હોય છે એ રિયલ લાઈફ ને સમજદારી થી સમજી ને જાનું, ચીકુ, દીકુ, બકુ  કરતા કરતા જિંદગી માં સફળતા પૂર્વક આગળ વધી  જતાં હોય છે.(ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *