101811 earthquake in bali reuters

ઈન્ડોનેશિયામાં આવ્યો 6.2ની તિવ્રતાનો ભૂકંપઃ 7ના મોત નિપજ્યા, 100થી વધુ લોકો ઘાયલ થયા

101811 earthquake in bali reuters

નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમા ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપમાં લગભગ 7 લોકોના મોત નિપજ્યા છે. અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇન્ડોનેશિયાની એક એજન્સીએ આપેલી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ 6.2 છે. ભુકંપનુ કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે છે. સુલાવેલી દ્રીપની ધરા ધ્રુજી ઉઠી છે.

ભૂંકપનું કેન્દ્ર મજાને શહેરથી 6 કિલોમીટર દુર ઉત્તર-પૂર્વમા જણાવવામા આવી રહ્યુ છે. ભૂકંપના આંચકા લગભગ 7 સેકન્ડ સુધી અનુભવાયા હતા. પરંતુ ભૂકંપ પછી સુનામીને લઇને કોઇ એલર્ટ જાહેર કરવામા આવ્યુ નથી. આ પહેલા ગુરૂવારના પણ દેશના કેટલાક ભાગોમા ભૂકંપના આંચકા અનુભવાયા છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઈન્ડોનેશિયામાં વર્ષ 2004 અને વર્ષ 2018માં ભિષણ ભૂંકપ આવ્યો હતો. 2018માં સુલાવેસી આઇલેન્ડ નજીક 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 4300 લોકો માર્યા ગયા. જ્યારે બીજી તરફ 26 ડિસેમ્બર 2004 ના રોજ ઇન્ડોનેશિયામાં આવેલા વિનાશક ભૂકંપની તીવ્રતા 9.1 હતી અને તેમાં 2.22 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો…
આ લોકો માટે ઉત્તરાયણની મજા બની મોતની સજા, કેટલાક ઘાયલ તો કેટલાંક ગુમાવ્યા જીવ- વાંચો વિગત