Heavy rain in patan

96 inches of Rain in 24 hours: ગુજરાતના આ જિલ્લામાં 24 કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ, નદી-નાળાં છલકી ઉઠ્યાં- હજુ પણ વરસાદ ચાલુ

96 inches of Rain in 24 hours: જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યાં

અમદાવાદ, 16 ઓગષ્ટઃ96 inches of Rain in 24 hours: હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9.6 ઈંચ વરસાદ ખાબકતાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જો કે હજુ પણ મેઘાની મહેર અવિરત ચાલુ છે. જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આજે મંગળવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભિલોડાના લીલછા, માકરોડા, ખલવાડ ,જુના ભવનાથ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયાં છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક છવાઈ છે. મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે, જેમાં મંદિર પરિસર અને શામળાજીના બજારોમાં પાણી ભરાયાં છે.

આ પણ વાંચોઃ Azadi Mohotsav in America: અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા દેશની આઝાદીના અમૃત મહોત્સવની દબદબાભેર ઉજવણી કરી

ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતાં હાથમતી અને બુઢેલી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. ઉપરાંત લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપુર આવતાં ત્રણેય નદીઓએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જો કે ઘોડાપૂરને પગલે નદી કિનારાના 20થી વધુ ગામડાઓને સતર્ક કરાયા છે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ –

  • મેઘરજ – 96 મિમી
  • મોડાસા – 49 મિમી
  • ભિલોડા – 48 મિમી
  • માલપુર – 24 મિમી
  • ધનસુરા – 23 મિમી
  • બાયડ – 04 મિમી

આ પણ વાંચોઃ Nag panchami: આજે નાગ પાંચમ, વાંચો કઇ રીતે થઇ નાગ વંશની ઉત્પત્તિ

Gujarati banner 01