Nag panchami

Nag panchami: આજે નાગ પાંચમ, વાંચો કઇ રીતે થઇ નાગ વંશની ઉત્પત્તિ

Nag panchami: મહર્ષિ કશ્યપ ઋષિની પત્ની કદ્રુથી સર્પોની ઉત્પત્તિ થઈ હતી

ધર્મ ડેસ્ક, 16 ઓગષ્ટઃ Nag panchami: આજે નાગપાંચમ છે. હિન્દુ શાસ્ત્રોમાં દેવી-દેવતા, મનુષ્ય, કિન્નર, ગંધર્વ, દાનવો સાથે જ નાગ અંગે અનેક કથાઓ ઉલ્લેખવામાં આવી છે.

મહાભારતમાં બતાવ્યા પ્રમાણે મહર્ષિ કશ્યપની 13 પત્નીઓ હતી. તેમાંથી કદ્રૂ પણ એક હતી. બધા નાગ કદ્રૂની સંતાન છે. મહર્ષિ કશ્યપની એક અન્ય પત્નીનું નામ વિનતા હતું. પક્ષીરાજ ગરુડ વિનતાનો જ પુત્ર છે. એકવાર કદ્રૂ અને વિનતાએ એક સફેદ ઘોડો જોયો. તેને જોઈને કદ્રુએ કહ્યું કે તે ઘોડાની પૂંછડી કાળી છે અને વિનતાએ કહ્યું કે સફેદ. આ વાત પર બંને વચ્ચે શરત લાગી. ત્યારે કદ્રૂ પોતાના નાગ પુત્રોને કહ્યું કે તે પોતાનો આકર નાનો કરીને ઘોડાની પૂંછડીએ લટકી જા, જેનાથી તેની પૂંછડી કાળી દેખાય અને તે શરત જીતી જાય.

થોડા સર્પોએ એમ કરવાની મનાઈ કરી દીધી. ત્યારે કદ્રુએ પોતાના પુત્રોને શ્રાપ આપ્યો કે તમે રાજા જન્મેન્જયના યજ્ઞમાં ભસ્મ થઈ જશો. શ્રાપની વાત સાંભળીને સાપ પોતાની માતાના કહ્યા પ્રમાણે સફેદ ઘોડાની પૂંછડીને લપેટાઈ ગયા જેનાથી તે ઘોડાની પૂંછડી કાળી દેખાવા લાગી. શરત હારવાને કારણે વિનતા કદ્રુની દાસી બની ગઈ.

આ પણ વાંચોઃ Lal Singh Chadha flopped: લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા બાદ, ફિલ્મમેકર્સ પાસેથી ડિસ્ટ્રિબ્યુટર્સે કરી વળતરની માગ

જ્યારે ગરુડને આ બાબતની જાણ થઈ કે તેની માતા દાસી બની ગઈ છે તો તેને કદ્રુ અને તેના સર્પ પુત્રોને પૂછ્યું કે તમને હું એવી કઈ વસ્તુ લાવીને આપું કે જેનાથી મારી માતા તમારા દાસત્વથી મુક્ત થઈ જાય. ત્યારે સર્પોએ કહ્યું કે તમે અમને સ્વર્ગથી અમૃત લાવીને આપશો તો તમારી માતાને દાસત્વથી મુક્ત કરી દઈશું.

પોતાના પરાક્રમથી ગરુડ સ્વર્થી અમૃત કળશ લઈ આવ્યા અને તેને કુશા(એક પ્રકારના ધારદાર ઘાસ) પર રાખી દીધું. અમૃત પીતા પહેલાં જ્યારે સર્પ સ્નાન કરવા ગયા ત્યારે દેવરાજ ઈન્દ્ર અમૃતનો કળશ ઊઠાવી લાવીને ફરીથી સ્વર્ગ લઈ ગયા. આ જોઈને સર્પોએ તે ઘાસને ચાટવાનું શરૂ કરી દીધું જેની પર અમૃત કળશ રાખ્યો હતો, તેમને એવું લાગ્યું કે આ સ્થાને થોડું અમૃતનો અંશ જરૂર હશે. એમ કરતાની સાથે જ નાગોના બે ટુકડા થઈ ગયા હતા.

જ્યોતિષ અનુસાર, સાપના મુખમાં બત્રીસ દાંત, એક જીભ બે ભાગમાં હોય છે. ઝેરની ચાર દાંઢ હોય છે, જેને મકરી, કરાલી, કાલરાત્રિ અને યમદૂતી દાઢ કહેવામાં આવે છે.

એક સાપની ઉંમર મોટાભાગે એકસો વીસ વર્ષની હોય છે. તેમનાં મૃત્યુના આઠ કારણ હોઈ શકે છે. સાપને મનુષ્ય, મોર, નોળિયો, બીલાડી, ચકોર, ડુક્કર અને વીંછી મારી શકે છે. ક્યારેક કોઈ મોટા જાનવરના પગની નીચે દબાઈ જવાથી પણ થોડા સાપનું મૃત્યુ થઈ જાય છે. આ બધાથી બચીને કોઈ સાપ એકસો વીસ વર્ષ જીવિત રહી શકે છે.

સાપનું બાળક જન્મના 25 દિવસ પછી ડસવાને યોગ્ય થઈ જાય છે અને તેના ડસવાથી મૃત્યુ પણ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Curfew In Shivamogga: વીર સાવરકરના પોસ્ટર પર વિવાદ, સ્થિતિ પર નિયંત્રણ રાખવા પોલીસે લાઠી ચાર્જ કર્યો- 144 કલમ લાગુ કરી

Gujarati banner 01