A Doctor delivered 20 babies in one day

A Doctor delivered 20 babies in one day: અમદાવાદના એક ડોક્ટરે એક જ દિવસે 20 બાળકોનો જન્મ કરાવીને સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

A Doctor delivered 20 babies in one day: “એક જ દિવસમાં સૌથી વધુ બાળકોને જન્મ આપવા” માટે વિશ્વ વિક્રમ પ્રમાણપત્ર એનાયત કર્યું છે.

અહેવાલ- ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 28 ઓગષ્ટઃ A Doctor delivered 20 babies in one day: એક જ દિવસમાં સૌથી વધુ બાળકોના જન્મનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ઑબ્સ્ટેટ્રિશિયન અને વંધ્યત્વના નિષ્ણાત ડૉ. મોહિલ પટેલે એક જ દિવસમાં સૌથી વધુ બાળકોના ઑપરેશન અને ડિલિવરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ડૉ. પટેલે 19 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસર પર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ડૉ. પટેલે એક જ દિવસમાં 20 બાળકોને સફળતાપૂર્વક જન્મ આપ્યો અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાએ ડૉ. પટેલની અદભૂત સિદ્ધિને માન્યતા આપી છે અને તેમને “એક જ દિવસમાં સૌથી વધુ બાળકોને જન્મ આપવા” માટે વિશ્વ વિક્રમ પ્રમાણપત્ર એનાયત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં આ અગાઉ એકસાથે 15 બાળકોના જન્મનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ PAAS Big Announcement: પાટીદાર આંદોલન ફરીથી સક્રિય થશે, ભાજપના ક્યાં ધારાસભ્યોએ તિરંગા યાત્રામાં હાજર રહીને અલ્પેશ કથીરિયાને આપ્યું સમર્થન


આ અંગે ગાયનેકોલોજીસ્ટ ડૉ.મોહિલ પટેલે જણાવ્યું કે, વર્લ્ડ રેકોર્ડ બનાવવો એ એક અદ્ભુત લાગણી છે. અમારા મગજમાં કોઈ રેકોર્ડ ન હતો, પરંતુ અમને લાગ્યું કે અમે જન્માષ્ટમીના પર્વ પર 20 બાળકોના જન્મ કરાવવામાં સફળ થયા ત્યારે અમે કંઈક વિશેષ કર્યું છે. અમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તે જાણીને અમને સુખદ આશ્ચર્ય થયું. હું આ વિશ્વ વિક્રમ મારી ટીમને તથા જે માતા-પિતાએ તેમના બાળકોને જન્મ આપવા માટે અમારા પર વિશ્વાસ મૂક્યો હતો તેમને અને તે દિવસે અમારી હોસ્પિટલમાં જન્મેલા નાના કૃષ્ણ અને રાધાને સમર્પિત કરવા માંગુ છું.

આ અંગે જીનીયસ ફાઉન્ડેશન ના પ્રેસિડેન્ટ પવન સોલંકીના કહેવા પ્રમાણે ડો. મોહિલ પટેલે એક દિવસમાં સૌથી વધુ બાળકોનો જન્મ કરાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો જે અંગે અમારો સંપર્ક તેમની ટીમે કર્યોં હતો. આ પહેલા પણ સુરતનાં ડોકટર 15 બાળકોને એક જ દિવસ ડિલિવરી કરવાનો રેકોર્ડ કર્યો હતો. ત્યારે આ વર્ષે કરવામાં આવેલા રેકોર્ડમાં 20 બાળકોમાંથી 15 પુરુષ જ્યારે 5 બાળકીઓનો જન્મ થયો છે.

આ પણ વાંચોઃ Twin Tower Demolition: 3700 કિલો વિસ્ફોટકોથી 32 અને 29 માળના ટાવરને બ્લાસ્ટ દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યા- વાંચો વિગત

Gujarati banner 01