sanand health chek 2

A healthy mother is a safe child: સાણંદમાં કુપોષિત જન્મતા બાળકોની ચેન તોડી માતાઓને તંદુરસ્ત બનાવવાનો નિર્ધાર

A healthy mother is a safe child: આરોગ્ય વિભાગના સહયોગથી સાણંદ તાલુકામાં માનવ સેવા ટ્રસ્ટના ‘સ્વસ્થ માતા તો સલામત બાળ’ કાર્યક્રમ થકી સાણંદ તાલુકાની 672 સર્ગભાઓને આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળશે

  • A healthy mother is a safe child: સર્ગભાઓને હેલ્થ ચેક-અપ, પૌષ્ટિક આહાર, સોનોગ્રાફી તેમજ એમ્બ્યુલન્સની સેવાનો પણ લાભ અપાશે

અહેવાલ: ગોપાલ મહેતા

સાણંદ 08 ફેબ્રુઆરી: A healthy mother is a safe child: ‘સર્વે ભવન્તુ સુખિન : સર્વે સન્તુ નિરામયા’ આ એક જ શ્લોક ભારતીય સંસ્કૃતિની વ્યાપક અને સર્વ સમાવેશકઆરોગ્ય વિષયક વિચારધારાને પ્રસ્તુત કરે છે. તંદુરસ્ત શરીરને સુખી જીવનનું પ્રથમ સોપાન ગણવામાં આવે છે. રાજ્યનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ, નિરાયમ અને દીધાર્યુ જીવન પ્રાપ્ત કરે તે માટે રાજ્ય સરકારે જન સામાન્ય માટે આરોગ્યલક્ષી નીતિઓ અને યોજનાઓ ઘડી છે.

રાજ્ય સરકારે રાજ્યના અંતરિયાળ અને છેક છેવાડાના લોકો સુધી સ્વાસ્થ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓ તથા આવશ્યક એવી તાત્કાલિક સારવારને સુલભ બનાવી છે. માતાના ગર્ભથી માંડીને બાળકના જન્મ સુધી તથા જીવનપર્યત સ્વાસ્થ્યલક્ષી યોજનાઓના અસરકારક અમલ દ્વારા અસંખ્ય પરિવારોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ પ્રાપ્ત થયું છે. એટલું જ નહી, કૃષોષણ સામે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલું રાજ્ય સરકારનું અભિયાન સગર્ભા-ધાત્રી માતાઓ માટે આર્શીર્વાદરૂપ બન્યું છે અને નવજાત શિશુઓના મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

A healthy mother is a safe child

આ અભિયાનમાં રાજ્યમાં અનેકો એવી સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ અને ટ્રસ્ટ સહભાગી થયા છે જેના થકી સરકારની અનેક કલ્યાણ કારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. આવી જ એક સાણંદ તાલુકાની જાણીતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ છે. જે માત્ર લોકોની સુખાકારી માટે કાર્યરત છે. જેને સાણંદ જ રહેતા 42 વર્ષીય મનુભાઇ બારોટ ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે.

ટ્રસ્ટના મનુભાઇ બારોટ કહે છે કે, માનવ સેવા ટ્રસ્ટ સાણંદ દ્વારા સાણંદ તાલુકામાં માતા મરણ અને બાળ મરણ અટકાવવાનો નિર્ધાર કર્યો છે. ‘એક સ્વસ્થ બાળક જ આગળ વધીને સ્વસ્થ નાગરીક બનશે’ એ દિશામાં આજે માનવ સેવા ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. આરોગ્યલક્ષી સુવિધાઓ મજબૂત કરવા રાજ્ય સરકારના આરોગ્ય તેમજ અન્ય વિભાગો સાથે મળી સાણંદ તાલુકામાંથી કુપોષણ દૂર કરવાની અને માતા મરણ, બાળ મરણ અટકાવવાની નેમ માનવ સેવા દ્વારા ઉઠાવવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.

A healthy mother is a safe child

માનવ સેવા ટ્રસ્ટે તાલુકા હેલ્થ વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ તેમજ નવજીવન ડૉક્ટર હાઉસ સાથે મળીને સાણંદ તાલુકાની 672 સગર્ભાઓ માટે ‘સ્વસ્થ માતા તો સલામત બાળ’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સાણંદ તાલુકાની 672 સગર્ભા ઓને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આઈ.સી.ડી.એસ. વિભાગ સાથે મળી સગર્ભા મહિલાઓની નોંધણી, મમતા દિવસ દરમિયાન આ સગર્ભાઓને આરોગ્યલક્ષી તપાસ, સગર્ભાઓને સોનોગ્રાફીની જરૂર પડે તો વિનામૂલ્યે સોનોગ્રાફી પણ કરી આપવામાં આવે છે.

એટલું જ નહીં, માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચોખ્ખા ઘીની સુખડી પૌષ્ટિક આહાર, પ્રસુતિના સમયે સગર્ભાને પિકઅપ અને પ્રસૂતિ બાદ ડ્રોપ કરવા એમ્બ્યુલન્સ, સાણંદ સિવિલમાં સગર્ભા મહિલા દાખલ થાય એટલે ધાબળા અને પ્રસૂતિ બાદ જ્યાં સુધી મહિલા દાખલ રહે ત્યાં સુધી ચોખ્ખા ઘીનો શીરો પૌષ્ટિક આહારના રૂપમાં પણ આપવામાં આવે છે.

Hijab Vs Saffron Controversy: હિજાબ Vs ભગવા વિવાદ વધતા રાજ્ય સરકારે 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદેશ- વાંચો સંપૂર્ણ અહેવાલ

સાથો-સાથ કિશીરીઓ, સગર્ભા અને ધાત્રીઓને આરોગ્ય અને પૌષ્ટિક આહાર બાબતે જાગૃત કરવા માટેના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. તો કુપોષિત બાળકોને ટાટા મોટર્સના સહયોગથી દત્તક લઇ જ્યાં સુધી કુપોષણ મુક્ત ન થાય ત્યાં સુધી પીડિયાટ્રિશન ડૉક્ટર આતિષ શાહ દ્વારા આરોગ્ય ચેકઅપ તથા દવાઓ, બાળકોમાં થઇ રહેલ ફેરફારોને માપવા ન્યુટ્રીશન વર્કર દ્વારા મૂલ્યાંકન તેમજ સગર્ભાઓને પૌષ્ટિક આહારના રૂપમાં અક્ષયપાત્રની મદદથી રાશન કીટ પણ આપવામાં આવે છે.

આમ, માનવ સેવા ટ્રસ્ટ આરોગ્ય વિભાગના સહયોગથી સાણંદ તાલુકામાં કૃપોષિત બાળજન્મ અટકાવાનો પ્રયાસ કરી રહ્યું છે જે ખરા અર્થમાં માનવ સેવાનું કામ છે.

Gujarati banner 01