Ganja accused Jamnagar

જામનગરમાં એક રહેણાંક મકાનમાંથી નશીલા પદાર્થ ગાંજાનું નેટવર્ક પકડાયું

Ganja accused Jamnagar
  • જામનગરમાં મોરકંડા રોડ પર સન સીટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી નશીલા પદાર્થ ગાંજાનું નેટવર્ક પકડાયું
  • સુરતથી ગાંજાનો જથ્થો આયાત કરીને ખાનગીમાં વેચાણ કરવાની પેરવી કરી રહેલી ત્રિપુટી ઝડપાઇ
  • ગાંજાનો જથ્થો સંગ્રહ કરનાર- વેચાણ કરનાર અને આયાત કરવા નાણાં પૂરા પાડનાર ત્રણ શખ્સોની એસ.ઓ.જી દ્વારા પૂછતાછ
  • સાત કિલો અને ૭૦૦ ગ્રામ ગાંજો કબજે લેવાયો: તપાસનો દોર સુરત સુધી લંબાવાયો

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૪ સપ્ટેમ્બર:જામનગરમાં મોરકંડા રોડ પર સન સનસીટી- ૨ મા એક રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને મકાન માલિક સહિત ની ત્રિપુટી દ્વારા ગાંજાનું ખાનગીમાં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી શાખાની ટુકડીએ મોડી રાત્રે દરોડો પાડી ત્રણેય શખ્સોને પકડી પાડયા છે, અને રૂપિયા ૭૯ હજારની કિંમતનો સાત કિલો ૭૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે. ઉપરોક્ત ગાંજાનો જથ્થો સુરત થી આયાત કરાયો હોવાનું જાણવા મળતાં એસઓજીની ટીમે તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો છે.

ગઇ મોડી રાત્રે એસઓજીની ટુકડીએ પાડેલા દરોડા ની વિગત એવી છે કે જામનગરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર સનસીટી-૨ શેરી નંબર ત્રણ માં રહેતા અબ્દુલસમદ ઓસ્માણભાઈ સેતા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં કેફી પદાર્થ ગાંજો બહારગામથી આયાત કરી ખાનગીમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે અંગેની ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. ગાધે તેમજ એસઓજીના સ્ટાફે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી સાત કિલો અને ૭૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

loading…

પોલીસે પાડેલા દરોડા સમયે મકાનમાલિક અબ્દુલસમદ ઓસ્માણભાઈ સેતા તેમજ તેનો સાગરીત સંજય રાજુભાઈ પરેશા (ગોકુલ નગર- જામનગર) જ્યારે ગાંજાનો જથ્થો લાવવા માટે આર્થિક મદદ પૂરી પાડનાર સરફરાજ ઈકબાલભાઈ સિપાઈ પણ મળી આવ્યા હતા.
જે ત્રણેય શખ્સોની અટકાયત કરી લઇ તેઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે, અને આયાત કરેલો સાત કિલો અને ૭૦૦ ગ્રામ ગાંજો કે જેની કિંમત ૭૯,૭૫૦ થાય છે. જે કબજે કરી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે
એસ.ઓ.જી. શાખા ની પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય શખ્સોએ ગાંજાનો જથ્થો સુરત થી આયાત કરીને ભાગીદારીમાં વેચાણ શરૂ કર્યાનું કબૂલ્યું હતું. જેથી પોલીસ દ્વારા તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો છે. ત્રણેય શખ્સોના કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.