ચીનમાં આજે નવા 63 કોરોના કેસ આવ્યા, કેસ આવતાં ફરીથી લોકડાઉન

merlin 167781798 fc9fe8a2 3db2 4d6c a3e6 621d4b2673e2 superJumbo edited

બીજિંગ, 08 જાન્ચુઆરીઃ ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તે સાથે જ વેક્સિનની આશા છે. ત્યારે ફરી એકવાર ચીનમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આજે ચીનમાં કોરોના વાઈરસ સંક્રમણના 63 નવા કેસ સામે આવ્યા, જેમાં 52 સ્થાનિક સ્તરે સંક્રમણના છે જ્યારે 11 કેસો અન્ય દેશોથી આવેલા લોકો સાથે જોડાયેલા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, સંક્રમણના કુલ કેસ વધીને 87,278 થઈ ગયા. તેમાંથી 485 દર્દીઓની હજુ સારવાર ચાલી રહી છે.

રિપોર્ટ પ્રમાણે ચીનમાં 82,159 લોકો સંક્રમણના ઉપચાર બાદ હોસ્પિટલોમાંથી સ્વસ્થ થઈ ચુક્યાં છે જ્યારે 4634 લોકોના મોત થઈ ચુક્યા છે. આયોગે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના લક્ષણ વગરના 79 નવા કેસો સામે આવ્યા છે. આવા 423 કેસો તબીબી દેખરેખ હેઠળ છે.

Whatsapp Join Banner Guj

બીજિંગમાં પણ બુધવારે સંક્રમણનો એક મામલો સામે આવ્યો અને લોયોનિંગ તથા હીલોગદિયાંગ પ્રાંતમાં મોટા પાયે તપાસ કરવામાં આવી અને સિમિત લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે લાયોનિંગ પ્રાંતે પોતાના 16 જિલ્લામાં લોકોને ઘર પર રહેવાનો નિર્દેશ આપ્યો છે અને ક્યાંય બહાર આવવા-જવા માટે લોકોને પોતાનો 72 કલાકની અંદરનો રિપોર્ટ દેખાડવા કહેવામાં આવ્યું. શાળાઓ બંધ છે અને પર્યટકોને બીજિંગ નહી આવવા કહેવામાં આવ્યા છે.

આ પણ વાંચો…

ઉત્તરાયણ પર પ્રતિબંધ પર વેપારીઓનો વિરોધઃ પતંગ વેચનારા લોકોની આજીવિકા વિશે વિચારવા કોર્ટમાં અરજી