Vadnagar Dialysis center

A-One Dialysis Program: ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સરકારે કરી છે- મનોજ અગ્રવાલ

  • “એ-વન ડાયાલિસીસ” કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં ૨૭૨ નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો ઉપરાંત રાજ્યની સિવિલ હોસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત

A-One Dialysis Program: નેશનલ હેલ્થ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે PMJAY અંતર્ગત દેશના અન્ય રાજ્યોમાં ડાયાલિસીસની સેવાઓ માટે અપાતી રકમ સરેરાશ રૂ. ૧૫૦૦ છે

અમદાવાદ, 14 ઓગસ્ટઃ A-One Dialysis Program: રાજ્યમાં ડાયાલિસીસની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે મીડિયાના મિત્રોને સંબોધતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, PMJAY અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે રાજ્ય સરકારે રૂ. ૧૬૫૦ પ્રતિ ડાયાલિસીસ તેમજ રૂ. ૩૦૦ આવવા-જવાનું ભાડુ આમ કુલ રૂ. ૧૯૫૦ નક્કી કર્યા છે.

નેશનલ હેલ્થ ઓથોરિટી પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં PMJAY અંતર્ગત એમ્પેન્લડ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે અપાતી રકમ સરેરાશ રૂ.૧૫૦૦ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને હાલાકી ભોગવવી પડે નહીં તેવુ સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે.

એ-વન ડાયાલિલીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે તાલુકા સ્તર સુધી કુલ ૨૭૨ જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત કર્યા છે. વધુમાં રાજ્યની સિવિલ હોસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયલિસીસની સેવા આપવામાં આવી રહી છે. રાજ્યમાં સરેરાશ પ્રતિમાસ ૧ લાખ જેટલા ડાયાલિસીસ આ કેન્દ્રો પર કરવામાં આવે છે.

PMJAY એમ્પેન્લ્ડ હોસ્પિટલમા ડાયાલિસીસના પ્રવર્તમાન દર દેશના અન્ય રાજ્યોમાં આપવામાં આવતા સરેરાશ દર કરતા પણ વધારે છે. વધુમાં રાજ્યમાં કોઇપણ દર્દીને આયુષ્માન યોજના અતંર્ગત ડાયાલિસીસ કરાવવામાં અગવડ પડે તો તેની ફરિયાદ અને જરુરી માહિતી માટે રાજ્ય સરકારે 1800 233 1022 /9059191905 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.

આ પણ વાંચો…. Meditation Yoga Center: કંથારપુર વડ ખાતે ભૂતળમાં ૨૨ ફૂટ ઉંડે ધ્યાન યોગ કેન્દ્રનું નિર્માણ થશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો