aap delhi yatra

AAP Karya darshan yatra: AAP ના 1500 જેટલા હોદ્દેદારો દિલ્હી દશઁન યાત્રા માટે રવાના

AAP Karya darshan yatra: દક્ષીણ, મધ્ય અને ઉતર ગુજરાત ઝોનના જીલ્લા કક્ષાના અંદાજીત 1500 થી વધુ હોદ્દેદારો ટ્રેન મારફતે દિલ્હી જવા રવાના થયા.

સુરત, ૧૨ નવેમ્બર: AAP Karya darshan yatra: જેમાં દક્ષીણ ગુજરાતના પદાધીકારીઓ સુરતના ઉધના રેલ્વે સ્ટેશનથી દિલ્દી જવા નિકળ્યા જે ટ્રેનને AAP ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાળીયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ, ત્યારબાદ એ જ ટ્રેન વડોદરા સ્ટેશનથી મધ્ય ગુજરાતના પદાધીકારીઓ સ્થાન લીધુ, ત્યારબાદ અમદાવાદ ઝોન અને ઉતર ગુજરાત ઝોનના પદાધીકારીઓ એ પાલનપુર સ્ટેશનથી સ્થાન લીધુ.

AAP Karya darshan yatra

ગુજરાતના AAP ના દિલ્હી જઇ રહેલા પદાધીકારીઓ દિલ્હીના જુદા-જુદા વિધાનસભા ક્ષેત્રમાં બે દિવસ રોકાશે ત્યા ના દિલ્હી સરકારના ધારાસભ્યો પોતાની વિધાનસભા ક્ષેત્રમાં ચાલતી સરકારી શાળાઓ, સરકારી હોસ્પિટલો, મહોલ્લા ક્લિનિકો અને દિલ્હી સરકાર દ્વારા વિકાસ કરાયેલ કામોની રુબરુ મુલાકાત કરાવશે.

AAP Karya darshan yatra

આ પ્રવાસનો મુખ્ય હેતુ એવો છે કે દિલ્હીના સરકારના કામો ગુજરાતના કાયઁકતાઁઓ એ મિડીયા, સોશીયલ મીડીયા માંજ જોવા મળ્યા હશે અને AAPના ટોચના નેતાઓ ની વાતોમાં સાંભળ્યા હશે તે કામો ગુજરાતના પદાધીકારીઓ/કાયઁકતાઁઓ રુબરુ નિહાળશે જેનાથી તેઓ નો પાટીઁ પ્રત્યેનો વિશ્વાસ વધુ દઢ થશે, તેઓ ને પોત્સાહન મળશે અને તેઓ રુબરુ નિહાળેલા કામોનો પ્રચાર-પ્રસાર વધુ આત્મવિશ્વાસ સાથે ગુજરાતમાં આવી ને ગુજરાત લોકો સમક્ષ રજુ કરી શકશે. (યોગેશ જાદવાણી, પ્રવક્તા , AAP ગુજરાત)

આ પણ વાંચો…Niramay Gujarat Abhiyan: અમદાવાદ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે શુભારંભ

Whatsapp Join Banner Guj