First computer auction

First computer auction: એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે 45 વર્ષ પહેલા પોતાના હાથે બનાવેલા કોમ્પ્યુટર એપલ-1ની આટલા કરોડમાં થઇ હરાજી

First computer auction: કોમ્પ્યુટર પહેલા કેલિફોર્નિયાના એક વ્યક્તિ રેંચો કુકા મોંગાએ ખરીદયુ હતુ અને તેઓ ઈલેક્ટ્રોનિક્સના એક પ્રોફેસર હતા

નવી દિલ્હી, 12 નવેમ્બરઃ First computer auction: દિગ્ગજ ટેક કંપની એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે 45 વર્ષ પહેલા પોતાના હાથે બનાવેલા કોમ્પ્યુટર એપલ-1ની હરાજી થઈ છે અને તેના માટે 2.97 કરોડની બોલી લાગી હતી.

સ્ટીવ જોબ્સને આ કોમ્પ્યુટર બનાવવા માટે સ્ટીવ વોઝનિયાકે પણ મદદ કરી હતી.આ કોમ્પ્યુટર 200 પહેલા કોમ્પ્યુટરો પૈકીનુ એક છે જેને એપલે શરુઆતના તબક્કામાં બનાવ્યુ હતુ. કોમ્પ્યુટરમાં હવાઈ ટાપુ મળતા લાકડાનો ઉપયોગ કરાયો છે.કોમ્પ્યુટરની ફ્રેમ તેમાંથી બનાવાઈ છે.

આ પણ વાંચોઃ Test series ind vs nz : ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો ક્યા ખેલાડી રમશે અને કોણ કરશે આરામ ?

જાણકારોના કહેવા પ્રમાણે ઘણા લોકો જુના અને યુનિક ઈલેક્ટ્રોનિક ઈક્વિમેન્ટ સંગ્રહ કરવાનો શોખ ધરાવતા હોય છે.2.97 કરોડમાં વેચાયેલુ એપલ-1 મોનિટર સાથે છે.આ કોમ્પ્યુટર પહેલા કેલિફોર્નિયાના એક વ્યક્તિ રેંચો કુકા મોંગાએ ખરીદયુ હતુ અને તેઓ ઈલેક્ટ્રોનિક્સના એક પ્રોફેસર હતા.1977માં તેમણે પોતાના વિદ્યાર્થીને 770 ડોલરમાં આ કોમ્પ્યુટર વેચ્યુ હતુ. હવે ફરી તેની હરાજી કરવામાં આવી છે અને તે 2.97 કરોડ રુપિયામાં વેચાયુ છે.

Whatsapp Join Banner Guj