AAP

AAP Review meeting week: આમ આદમી પાર્ટી યોજશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સમીક્ષા બેઠક સપ્તાહ

AAP Review meeting week: પેટા ચૂંટણી, નગરપાલિકા, તાલુકા/જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઝંપલાવશે આમ આદમી પાર્ટી: મનોજ સોરઠીયા

અમદાવાદ, 15 જુલાઈઃ AAP Review meeting week: આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આગામી સમયમાં પેટા ચૂંટણી, નગરપાલિકા તથા તાલુકા/જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવા જઈ રહી છે. આ તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે.

આ ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે આમ આદમી પાર્ટી દરેક નગરપાલિકા અને તાલુકામાં આગામી સોમવારથી એક સપ્તાહ દરમિયાન સમીક્ષા બેઠકનું આયોજન કરશે. આ સમીક્ષા બેઠકમાં કઈ રણનીતિ સાથે ચૂંટણી લડવી અને કઈ રીતની તૈયારી સાથે મેદાનમાં ઉતરવું તેની વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આ ચૂંટણીઓનું સંકલન કરવા માટે પ્રદેશ તરફથી ટીમ નિયુક્ત કરવામાં આવશે. સાથે સાથે નગરપાલિકાના ચૂંટણી પ્રભારી તથા સહ પ્રભારીની પણ જાહેરાત કરવામાં આવશે. આ તમામ સમીક્ષા બેઠકોમાં પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેશે અને જે સ્થળ પર બેઠક હશે ત્યાંના સ્થાનિક જિલ્લાના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

આ સમીક્ષા બેઠકમાં સ્થાનિક મુદ્દાઓની વિશેષ ચર્ચા કરવામાં આવશે અને તેના સમાધાન માટે કયા કયા પગલાં લઈ શકાય તેની પણ રણનીતિ બનાવશે. સાથે સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અને અલગ અલગ કેમ્પેન વિશે માહિતી આપવામાં આવશે. તથા ચૂંટણી દરમિયાન વધુમાં વધુ લોકો સુધી પહોંચીને આમ આદમી પાર્ટીને ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવશે.

આમ આદમી પાર્ટી તમામ ચૂંટણીઓમાં પુરા જોર સાથે ઝંપલાવશે અને જે રીતે દિલ્હી અને પંજાબમાં પ્રજાલક્ષી કામો કર્યા છે તેવા કામો ગુજરાતની જનતા માટે કરવાના સંકલ્પરૂપે આગળ વધશે અને જીત મેળવશે.

આ પણ વાંચો… Girnar Development Projects: ગરવા ગઢ ગિરનારની કરોડોની વિકાસ યોજનાને સૌદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો