Dakor Temple New Rule: શું તમે પણ ડાકોર મંદિર ફરવા જવાના છો! એકવાર જરૂર વાંચી લેજો આ ખબર…

Dakor Temple New Rule: ડાકોર મંદિરમાં હવે ટૂંકા વસ્ત્ર પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે

અમદાવાદ, 15 જુલાઈઃ Dakor Temple New Rule: દ્વારકા મંદિર બાદ હવે ડાકોર મંદિર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાત એવી છે કે, ડાકોર મંદિરમાં પણ હવે ટૂંકા વસ્ત્ર પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વિગતો મુજબ જો હવે સ્ત્રી અને પુરુષોએ ટૂંકા વસ્ત્ર પહેર્યા હશે તો તેમને રણછોડરાયના દર્શન કરવા નહીં મળે. જેને લઈ હવે ડાકોર મંદિર બહાર નોટિસ લગાવાઈ છે.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ યાત્રાધામ ડાકોરમાં દરરોજ હજારો ભકતો રણછોડરાયના દર્શનાર્થે આવતા હોય છે. જોકે હવે ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો મુજબ જગતમંદિર દ્વારકા બાદ હવે ડાકોરમાં પણ ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ ફરમાવાયો છે. ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બહાર નોટિસ લગાવી આ અંગે જાણ કરાઇ છે. જેમાં સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી નહી આવી શકે તેવી જાણ કરાઇ છે.

દ્વારકાધીશ જગતમંદિરમાં પણ તાજેતરમાં કરાયો છે આ નિર્ણય

દ્વારકાધીશ જગતમંદિરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દ્વારકાધીશ જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેને લઈ મંદિર પરિસરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રવેશ ન કરવાના બેનર પણ લગાવાયા છે.

મહત્વનું છે કે, દ્વારકાધીશ જગતમંદિરમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. જેને લઈ હવે ધાર્મિક સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો… AAP Review meeting week: આમ આદમી પાર્ટી યોજશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સમીક્ષા બેઠક સપ્તાહ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો