Acharya Devvrat Administered Oath For Voting

Acharya Devvrat Administered Oath For Voting: રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મતદાન માટે શપથ લેવડાવ્યા

Acharya Devvrat Administered Oath For Voting: રાજભવન પરિસરમાં રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લીધા

ગાંધીનગર, 25 જાન્યુઆરીઃ Acharya Devvrat Administered Oath For Voting: ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકતાંત્રિક પરંપરાઓની મર્યાદા જાળવવા અને તમામ ચૂંટણીઓમાં મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા. આજે રાજભવન પરિસરમાં રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લીધા હતા.

લોકતંત્રમાં પૂર્ણ આસ્થા સાથે દેશની લોકતાંત્રિક પરંપરાઓની મર્યાદાઓ જાળવી રાખીને, સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમા અખંડ રાખીને, નિર્ભિક થઈને ધર્મ, વર્ગ, જાતિ, સમુદાય, ભાષા અથવા કોઈથી પણ પ્રભાવિત થયા વિના દરેક ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શપથ લેવડાવ્યા હતા.

આ પણ વાંચો… 14th National Voter’s Day Celebration: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 14માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ગૌરવભેર ઉજવણી સંપન્ન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો